મધ્ય પ્રદેશના ભિંડમાં એક બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો છે. જેમાં 7 લોકોના મોત થયા છે. જ્યારે 13 લોકો ઘાયલ થયા છે આ ઘટના ભિંડના ગોહાડ સ્ક્વેયર પર બની છે. આ ટક્કર બાદ પોલીસ સ્થળ પર પહોંચી છે અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડી રહી છે. કેટલાકના હોસ્પિટલ પહોંચવા પર કેટલાકને મૃતક જાહેર કરવામાં આવ્યા. પોલીસ દ્વારા તમામ મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો – નર્મદા યોજના અંતર્ગત ગુજરાતને પાડોશી રાજ્યો બાકી નીકળતા રૂપીયા ચુકવી નથી રહ્યા !
ઘટનાની માહિતી મળતા એસપી મનોજ કુમાર સિંહ સ્થળ પર પહોંચ્યા. હાલમાં સમગ્ર મામલાની તપાસ જારી છે. સાથે પ્રત્યક્ષદર્શીઓ સાથે પુછપરછ કરવામાં આવી રહી છે. પ્રવાસીઓની ઓળખ કરવામાં આવી રહી છે કે તેઓ ક્યાંના રહેવાસી છે. બીજા અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી રહ્યા છે. આ સાથે જે લોકોની ઓળખ થઈ ગઈ છે તેમના પરિજનોને સૂચના આપવામાં આવી છે. તેઓ હોસ્પિટલમાં પહોંચી રહ્યા છે.