શ્રાવણ માસ દરમ્યાન રાજ્યભરમાંથી જુગારીઓ મોટા પ્રમાણમાં ઝડપાયા છે. આ માસ દરમ્યાન પોલીસ તંત્રને પણ આવા તત્વો વિરૂધ્ધ સીંકજો કસવાની સુચના મળેલ છે. હીમ્મતનગર પોલીસે આ સુચના અનુસાર શહેરના ભોલેશ્વર શીવાંગી કોમ્પેલક્ષની પાછળથી જુગારીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલ આરોપીઓ વિરૂધ્ધ શહેરના બી ડીવીઝન પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 

ગતરોજ હીમ્મતનગર પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન તેમને બાતમી મળી હતી કે, શહેરમાં આવેલ ભોલેશ્વર શીવાંગી કોમ્પેલક્ષની પાછળની ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો ભેગા મળી જુગાર રમી રહ્યા છે. પોલીસને બાતમી મળતા ટીમ તુંરત ઘટનાસ્થળે દોડી આવી હતી. જુગાર રમી રહેલા ઈસમો પર અચાનક પોલીસે રેઈડ કરી 7 આરોપીઓને રૂપીયા 10,760/- સાથે ઝડપી પાડી જેલને હવાલે કર્યા હતા. 

ઝડપાયેલ આરોપીઓના નામ 

  1. દલપતસીંહ ગંભીરસીંહ મકવાણા, રહે – પ્રાથમીક શાળા, શીંવાગી કોમ્પ્લેક્ષ પાસે, ભોલેશ્વર, તા. હિમ્મતનગર

  2. નવીન હંશાજી ભાટ, રહે – પ્રાથમીક શાળા, શીંવાગી કોમ્પ્લેક્ષ પાસે, ભોલેશ્વર, તા. હિમ્મતનગર

  3. વિજય રમણભાઈ ભાટ, રહે – પ્રાથમીક શાળા, શીંવાગી કોમ્પ્લેક્ષ પાસે, ભોલેશ્વર, તા. હિમ્મતનગર

  4. દિપક હસમુખભાઈ ભાટ, રહે – પ્રાથમીક શાળા, શીંવાગી કોમ્પ્લેક્ષ પાસે, ભોલેશ્વર, તા. હિમ્મતનગર

  5. આકાશ હસમુખભાઈ ભાટ, રહે – પ્રાથમીક શાળા, શીંવાગી કોમ્પ્લેક્ષ પાસે, ભોલેશ્વર, તા. હિમ્મતનગર

  6. જગીન રમેશભાઈ બજાણીયા, રહે – ખાડીયા વિસ્તાર,ભોલેશ્વર, તા. હિમ્મતનગર 

Contribute Your Support by Sharing this News: