ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લાની ધી અર્બન કો-ઓપરેટિવ બેન્કમાં ડિરેક્ટર પદની ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ સહકાર વિભાગના નિયમ મુજબ 10 વર્ષથી સત્તા પર રહેલા 8 ડિરેક્ટરોએ રાજીનામા આપવા પડ્યા.

ફોર્મ ભરવાના છેલ્લા દિવસે મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલ અને પૂર્વ સંસદસભ્ય શારદાબેન પટેલના પુત્ર આનંદ પટેલે ઉમેદવારી નોંધાવી 8 બેઠકો માટે કુલ 69 ઉમેદવારી ફોર્મ ભરાયા આ ચૂંટણીમાં જૂથબંધી વધુ જોવા મળે તો મુકાબલો રસપ્રદ બની શકે.

બેન્કની આ ચૂંટણીમાં કુલ 1,07,762 મતદારો છે. કુલ 8 બેઠકોમાં 6 સામાન્ય બેઠક, 1 એસસી-એસટી અને 1 મહિલા અનામત બેઠકનો સમાવેશ થાય નોંધનીય છે કે અગાઉની ચૂંટણીમાં 99 ઉમેદવારી ફોર્મ ભરાયા હોવા છતાં તમામ બેઠકો સમાધાનથી બિનહરીફ થઈ.

