રમત સંકુલ વડનગર ખાતે 64મી સુબ્રતો મુખરજી રાજયકક્ષા ફુટબોલ જુનિયર સ્પર્ધા યોજાઈ…

July 31, 2025

-> સ્પર્ધામાં ગુજરાતમાંથી અલગ-અલગ જિલ્લાઓમાંથી કુલ-27 ટીમોએ ભાગ લીધો :

-> સ્પર્ધામાં પ્રથમ ક્રમે બનાસકાંઠા જિલ્લો, દ્વિતીય ક્રમે કચ્છ-ભૂજ અને તૃતીય ક્રમે SAG એકેડમી, હિંમતનગર વિજેતા થયા :

ગરવી તાકાત મહેસાણા : રમત ગમત યુવા, અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરીત અને સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સંચાલિત તેમજ જિલ્લા રમત ગમત અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, પાંચોટ-મહેસાણા દ્વારા આયોજીત 64મી સુબ્રતો મુખરજી રાજયકક્ષા ફુટબોલ જુનિયર(અં.17) બહેનો સ્પર્ધાનું આયોજન ગત તા.26/07/2025 થી તા.31/07/2025 દરમ્યાન તાલુકા રમત સંકુલ, વડનગર,જિ.મહેસાણા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

Modern sports complex worth Rs 33.50 crore in Vadnagar | વડનગરમાં 33.50  કરોડનું આધુનિક રમત-ગમત સંકુલ: 16 જાન્યુઆરીએ અમિત શાહના હસ્તે લોકાર્પણ  કરાશે, 200 ખેલાડીઓને મળશે ...

આ સ્પર્ધામાં ગુજરાતમાંથી અલગ-અલગ જિલ્લાઓમાંથી કુલ-27 ટીમોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં પ્રથમ ક્રમે બનાસકાંઠા જિલ્લો, દ્વિતીય ક્રમે કચ્છ-ભૂજ અને તૃતીય ક્રમે SAG એકેડમી, હિંમતનગર વિજેતા થયા હતા. આ સ્પર્ધામાં વડનગર નગરપાલિકા પ્રમુખ શ્રીમતી મિતિકાબેન શાહ, પી.એમ.જી.ઠાકર આદર્શ હાઇસ્કૂલ, કડીના આચાર્યશ્રી જીજ્ઞેશભાઈ સોની,જિલ્લા રમત ગમત અધિકારીશ્રી વિરલકુમાર એ.ચૌધરી ડિસ્ટ્રીકટ એથ્લેટીકસ કોચ.

અને ઇન્ચાર્જ તાલુકા રમત સંકુલ વડનગર શ્રીમતી સલોનીબેન પ્રસાદ, ફુટબોલ-બહેનો હેડકોચશ્રી મુસ્કાન સીંધી તેમજ ફુટબોલ ડિસ્ટ્રીકટકોચશ્રી સાહિદખાન સહિતનાઓએ તાલુકા રમત સંકુલ, વડનગર ખાતે ઉપસ્થિત રહી વિજેતા ખેલાડીઓને ટ્રોફી અને સર્ટીફીકેટ આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. તેમ જિલ્લા રમત ગમત અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે .

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0