યુક્રેનમાં યુદ્ધના ભણકારા વચ્ચે ૩ હજાર ગુજરાતી વિદ્યાર્થીઓ ફસાયા

February 14, 2022

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિનું સર્જન થયું છે ત્યારે આ તણાવ વચ્ચે યુક્રેનમાં અભ્યાસ કરતા ભરતના ૧૮ હજારથી પણ વધુ વિદ્યાર્થીઓ ફસાયા હોવાની દહેશત વચ્ચે તે સ્ટુડન્ટસના પરિવારોના જીવ તાળવે ચોટી ગયા છે. ભારતીય વિદ્યાર્થીઓમાં મેડિકલ અને એન્જીનીયરિંગનો અભ્યાસ કરવા માટે યુક્રેનની યુનિવર્સિટીઓનો જબરો ક્રેઝ જાેવા મળી રહ્યો છે. દર વર્ષે મોટી સંખ્યામાં ભારતીય છાત્રો યુક્રેન જતા હોય છે. યુક્રેન અને રશિયા વચ્ચેના સંભવિત યુદ્ધની અસર ગુજરાતી વિદ્યાર્થીઓ પર પડી છે. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિ બની રહી છે, હાલ ત્યાં તણાવનો માહોલ છે ત્યારે યુક્રેનમાં અભ્યાસ કરી રહેલા ભારતીય વિદ્યાર્થી ફસાયેલા છે.

આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે ગુજરાતના ત્રણ હજારથી વધુ વિદ્યાર્થીઓ યુક્રેનમાં અભ્યાસ કરે છે. રશિયા અને યુક્રેનના યુદ્ધની તૈયારી ચાલી રહી હોવાથી ગુજરાતી વિદ્યાર્તીઓના વાલીઓ ચિંતિત બન્યા છે. સંભવિત યુદ્ધના કારણે ફ્લાઈટના ભાડામાં અધધધ વધારો કરાયો છે. સરકાર સંતાનોને પરત લાવવા મદદ કરે તેવી વાલીઓની માંગ ઉઠી છે. ત્યારે ગુજરાતી વિદ્યાર્થીઓના પરિવારજનોએ મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરશે. તમને જણાવી જઈએ કે જે ફ્લાઈટનું ભાડું સામાન્ય રીતે ૨૦ હજાર હોય છે તેનું હાલ એક લાખ રૂપિયા થયું છે.

મહત્ત્વનું છે કે, સમગ્ર ભારત ના ૧૮૦૦૦ વિદ્યાર્થીઓ યુક્રેન દેશમાં ભણી રહ્યા છે અને તેમાં આપણા ગુજરાતના ૩૦૦૦ થી ૫૦૦૦ જેટલા વિદ્યાર્થી ગુજરાત રાજ્યના છે. તે બધા મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે અત્યારે હાલમાં રશિયા સાથે યુક્રેનનાં યુદ્ધની જાેરદાર તૈયારીઓ ચાલી રહી છે અને તેને અનુલક્ષી યુક્રેનમાં આપણા ગુજરાતના વિદ્યાર્થીઓ ખુબ જ ચિંતામાં છે. જીવ બચાવવા અને ગુજરાત આવવા ઉતાવળ કરી રહ્યા છે. તેથી વાલીઓ ખુબ જ ટેન્શનમાં આવી ગયા છે.

બીજી બાજુ એરલાઇન્સ કંપનીઓ દ્વારા ૨૦ હજારની જગ્યાએ ખુબ જ ઊંચા ભાડા એક લાખ સુધી વસૂલી રહ્યા છે. તેથી આપને રજૂઆત કે ભારત સરકાર – ગુજરાત સરકાર અમોને સહયોગ આપી મદદ કરી અમારા દીકરા દીકરીઓને પરત લાવવા વિદેશ મંત્રાલયનાં સહયોગથી તેમજ ઉડ્ડયન મંત્રાલયનાં સહયોગથી એર ઇન્ડિયાની ફ્લાઇટ અથવા ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા પરત લાવવામાં મદદરૂપ થાય તેવા ર્નિણય લેવા વિનંતી…

સામાન્ય રીતે ભારતીય વિદ્યાર્થીઓ મેડિકલ ક્ષેત્રે ભણવા ત્યાં જાય છે. ભારતમાં ખાનગી મેડિકલ કોલેજમાં અભ્યાસનો ખર્ચ એક કરોડથી વધારે છે, જ્યારે અમેરિકામાં સાતથી આઠ કરોડ રૂપિયા તથા ઓસ્ટ્રેલિયામાં ચાર કરોડનો ખર્ચ થાય છે. જ્યારે

રશિયા, નેપાળ, ચીન, ફિલિપિન્સ અથવા બાંગ્લાદેશમાં અભ્યાસ કરવાનો ખર્ચ ચોથા ભાગનો થાય છે.યુક્રેન જેવા દેશોમાંથી મેડિકલ અભ્યાસ કરી પરત ફરવા માટે ભારતમાં તાત્કાલિક પ્રેક્ટિસ કરવી મુશ્કેલ હોય છે. વિદેશથી મેડિકલથી અભ્યાસ પૂરો કર્યા બાદ ભારત પરત ફરતા મેડિકલ વિદ્યાર્થીઓને ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ્‌સ એક્ઝામિનેશનની પરીક્ષા આપવાની હોય છે. એ ઘણી મુશ્કેલ પરીક્ષા હોય છે અને એને પાસ કરવી એટલી સરળ હોતી નથી.આજે પણ ભારત

જેવા દેશમાં એમબીબીએસની ડિગ્રી સારી રોજગારીની ગેરંટી છે. ભારતમાં લગભગ ૮૮ હજાર એમબીબીએસ સીટો છે, પરંતુ ૨૦૨૧માં ૮ લાખથી વધુ ઉમેદવારોએ મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામ, દ્ગઈઈ્‌માં હાજરી આપી હતી. એટલે કે દર વર્ષે ૭ લાખથી વધુ ઉમેદવારોનું ડૉક્ટર બનવાનું સપનું અધૂરું રહી જાય છે. આ જ કારણ છે કે દર વર્ષે હજારો ભારતીય યુવાનો ડોકટર બનવાનું પોતાનું સપનું પૂરું કરવા યુક્રેન અને અન્ય દેશોમાં જાય છે. યુક્રેનમાં બોગોમોલેટસ નેશનલ મેડિકલ યુનિવર્સિટી, કીવ મેડિકલ યુનિવર્સિટી અને ટર્નોપીલ નેશનલ મેડિકલ યુનિવર્સિટી અનેક મુખ્ય શૈક્ષણિક સંસ્થાઓ ભારતીય છાત્રોમાં હોટ ફેવરિટ છે.

(ન્યુઝ એજન્સી)

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0