ગુજરાતમાં 2 વર્ષમાં 5,338 કરોડનું ડ્રગ્સ પકડાયું, કુલ 102ની ધરપકડ

February 8, 2024

ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ NDPS અને ડ્રગ્સ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને સવાલ કર્યો હતો

ખુદ સરકારે જ ગુજરાતમાં બે વર્ષમાં 5 હજાર 338 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું હોવાનો ખુલાસો કર્યો હતો

ગરવી તાકાત, ગાંધીનગર તા. 08 – ગુજરાત વિધાનસભામાં સત્ર ચાલી રહ્યું છે, ત્યારે વિવિધ મુદ્દે ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે ફરી એકવાર ગૃહમાં ડ્રગ્સનો મુદ્દો ઉઠ્યો છે. ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ NDPS અને ડ્રગ્સ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને સવાલ કર્યો હતો. જેમાં ગૃહરાજ્ય મંત્રીએ જવાબ આપતા કેટલાક આંકડા રજૂ કર્યા હતાં. જેમાં ખુદ સરકારે જ ગુજરાતમાં બે વર્ષમાં 5 હજાર 338 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું હોવાનો ખુલાસો કર્યો હતો.

મુંદ્રા પછી દ્વારકામાંથી રૂ. 350 કરોડનું ડ્રગ્સ પકડાયું | chitralekha

ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં 5 હજાર 338 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે. જેમાંથી વર્ષ 2022-23માં NDPSના 512 કેસ નોંધાયા છે. દ્વારકામાંથી બે વર્ષમાં 1 લાખ 76 હજારનું MD ડ્રગ્સ ઝડપાયું છે. તો દ્વારકામાંથી કુલ રૂપિયા 2 લાખ 40 હજારથી વધુ કિંમતના કફ સીરપના 1,622 નંગ જપ્ત કરાયા છે. સાથે દ્રારકામાં 15,વડોદરા શહેર અને ગ્રામ્યમાંથી 87 લોકોની ધરપકડ કરાઇ છે.

આ સિવાય વડોદરા શહેરમાંથી રૂપિયા 56 લાખ 32 હજારથી વધુનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું હોવાનું જાણવા મળી રહ્યું છે. વડોદરા ગ્રામ્યમાંથી રૂપિયા 25 લાખ 37 હજારથી વધુનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું છે, જ્યારે દ્વારકા નજીક સમુદ્ર બોર્ડર હોવાથી તેને વિજિલન્ટ એરિયા તરીકે રખાયો છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0