અમદાવાદ એરપોર્ટ પરથી થાઇલેન્ડ, બેંગકોક મોકલાતું 50 કિલો કેટામાઇન ડ્રગ્સ ઝડપાયું

January 18, 2024

ડ્રગ્સ પકડાયું  એ દહેગામ નજીક ફેકટરી માટે મહિને દોઢ લાખ રૂપિયા ભાડું ચૂકવાતું હતું

DRIના અધિકારીઓ દ્વારા તેમને મળેલી બાતમીના આધારે અમદાવાદના એરપોર્ટ કાર્ગોમાં દરોડા પડ્યા હતા

ગરવી તાકાત, અમદાવાદ તા. 18 : અમદાવાદ એરપોર્ટના કાર્ગો વિસ્તારમાંથી DRI એ દરોડા પાડીને ડ્રગ્સનું રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ કેટામાઈન ડ્રગ્સ રેકેટનું પગેરું અમદાવાદ એરપોર્ટથી દહેગામ સુધી પહોંચ્યું છે. હાલ તો પોલીસ દ્વારા આ ફેકટરી સીલ કરી દેવાઈ છે. ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ ફેકટરી જે જગ્યા પર ચાલતી હતી તે ભાડા પર ચાલતી હોવાનું અને ડ્રગ્સનું રેકેટ ચલાવનારા તત્વો મહિને 1 લાખ 30 હજાર જેટલું ભાડું ચૂકવતા હોવાની માહિતીનો ઘટસ્ફોટ થયો છે.

DRI ના અધિકારીઓ દ્વારા તેમને મળેલી બાતમીના આધારે અમદાવાદના એરપોર્ટ કાર્ગોમાં દરોડા પડ્યા હતા. આ દરોડામાં તપાસ દરમિયાન પ્રતિબંધિત કેટામાઈન ડ્રગ્સનો 25 કિલો જથ્થો પણ જપ્ત કર્યો છે.  આ ડ્રગ્સનો જથ્થો થાઇલેન્ડ બેંગકોક મોકલવાનો હતો તે પહેલાં તેનો પર્દાફાશ થયો છે. જોકે DRIની તપાસમાં દહેગામના જલુન્દ્રામાં આવેલી એક ફેકટરી મેઘા એગ્રો ફાર્મા કંપનીમાં પ્રતિબંધિત ડ્રગ્સ તૈયાર થતું હતું. અહી DRI ની ટીમએ દરોડા પાડી ફેકટરી સીલ કરી છે અને ત્રણ લોકોની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0