કડીમાં ખાળકૂવા મુદ્દે વેપારી પર 4 શખ્સોએ લાકડી-પાઈપ સાથે ઓફિસમાં ઘૂસી હુમલાનો પ્રયાસ કર્યો…

September 2, 2025

ગરવી તાકાત મહેસાણા : કડી શહેરના નાની કડી વિસ્તારમાં એક વેપારી પર હુમલાનો ગંભીર પ્રયાસ થયો ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા અમરેશભાઈ પટેલની ઓફિસ પર 8 ઓગસ્ટના રોજ 4 શખ્સોએ હુમલો કરવાનો પ્રયાસ કર્યો. આ ઘટના પાછળનું કારણ એક ખારકૂવો અમરેશભાઈની ઓફિસની નીચે આવેલી ડેરી અને જાની હોટલના માલિકોએ ખારકૂવો બનાવવાનું શરૂ કર્યું.

અમરેશભાઈએ તેમની ઓફિસને નુકસાન થવાની આશંકા વ્યક્ત કરી. વિરોધ કર્યો આ મુદ્દે તેમણે નાની કડી ગ્રામ પંચાયતમાં અરજી કરી. અરજી બાદથી ડેરી અને ચાના વેપારીઓ અમરેશભાઈને વારંવાર ધમકીઓ આપતા 8 ઓગસ્ટે પ્રજાપતિ દિનુભાઈ, જયેશભાઈ, રમેશભાઈ અને અશોકભાઈ લાકડી અને લોખંડની પાઈપો સાથે ઓફિસમાં ઘૂસી આવ્યા.

તેમણે અમરેશભાઈને અરજી પાછી ખેંચવા દબાણ કર્યું. અને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આસપાસના વેપારીઓ આવી પહોંચતા હુમલાખોરો ત્યાંથી ભાગી ગયા સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ અમરેશભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી અને CCTV ફૂટેજ સોંપ્યા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0