વડોદરાના વડસર બ્રિજ પાસેની કંપનીમાં બોઈલર ફાટતા 4ના મોત 14 ઘાયલ – કંપનીના સંચાલકની બેદરકારી આવી સામે

શેર કરવા અહીં ક્લિક કરો.

મધ્ય ગુજરાતમાં દસ દિવસના ગાળામાં બીજી મોટી દુર્ઘટના સર્જાઈ છે. પંચમહાલમાં કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ બાદ આજે વડોદરાના વડસર બ્રિજ પાસે આવેલી કંપનીમાં બોઈલર ફાટવાની ઘટના બની હતી. બોઈલર ફાટતા કંપનીમાં કામ કરતા 14 જેટલા કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે. તેમજ એક કામદારનુ મોત થયાનુ સામે આવ્યુ છે. દોઢ કિમી સુધી બિલ્ડિંગોના કાચ તૂટ્યા હતા. એટલુ જ નહિ, આ બ્લાસ્ટમાં બાળકો પણ ઈજાગ્રસ્ત થયા છે.

આ મામલે કેન્ટોન લેબોરેટરીઝ કંપનીમાં બોઇલર બ્લાસ્ટના ફાયર બ્રિગેડની તપાસમાં ખુલાસો થયો છે. ફાયર વિભાગના અધિકારી નિકુંજ આઝાદે નિવેદન આપ્યું હતું કે, આ કંપની દ્વારા ગેરકાયદે રીતે બોઇલરની બાજુમાં ઘરો બનાવવામાં આવ્યા હતા. બોઇલર વધુ ગરમ થતાં અને પ્રોપર મેઇન્ટન ન થતાં ફાટ્યા હોવાનું અનુમાન છે. કંપનીનું GEBનું કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે. આ મામલે કંપનીના સંચાલક તેજસભાઈ હરીશભાઈ પટેલનું નિવેદન સામે આવ્યુ હત કે 1980 થી કંપની ચાલે છે. પરંતુ પ્રથમવાર આવી ઘટના બની છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ કંપનીમાં ફાઇન કેમિકલ બનાવવામાં આવે છે.

વડોદરાના વડસર બ્રિજ પાસે આવેલી કેન્ટોન લેબોરેટરીઝ કંપનીમાં આજે સવારે પોણા નવ વાગ્યાની આસપાસ બોઈલર ફાટવાની ઘટના બની છે. બોઈલર ફાટતાં કંપનીમાં કામ રતા અનેક કર્મચારીઓ દાઝ્‌યા છે. તમામ કર્મચારીઓને એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. ઘટના બાદ તાત્કાલિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર પહોંચી હતી.

આ ઘટનામાં 4 લોકોના મોત નિપજ્યાની માહિતી સામે આવી છે. તો 14 જેટલા કર્મચારીઓ દાઝ્‌યા છે. જાેકે, સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બ્લાસ્ટની ઘટનામાં નાના બાળકો પણ દાઝ્‌યા છે. ત્યારે સવાલ એ છે કે આખરે આ કંપનીમાં બાળકો શુ કરતા હતા. આ બ્લાસ્ટની તીવ્રતા એટલી હતી કે, આસપાસની દીવાલ પણ ધરાશયી થઈ ગઈ છે. કંપની પાસેની દીવાલો તૂટી પડી હતી, તો નજીકના ઘરનો સામાન પણ વેરવિખેર થઈ ગયો હતો. આસપાસના દોઢ કિમી સુધી બિલ્ડિંગોના કાચ તૂટ્યા હતા.કેન્ટોન લેબોરેટરીઝ કંપની પરિસરમાં કામદારોના રહેવા માટે વસાહત બનાવવામાં આવી હતી. વાસહતની બિલકુલ નજીક જ બોઇલર ફાટ્યું હતું. જેમાં કામદારોના નાના બાળકો સહિત પરિવારજનો પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

(ન્યુઝ એજન્સીના ઈનપુટ સાથે)

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.