પાટણ રાધનપુર હાઇવે પર ટ્રક અને બસના ગમખ્વાર અકસ્માતમાં 4ના મોત, 10 ઘાયલ

July 12, 2024

ખારિયા પુલ નજીક એસટી બસ-ટ્રક વચ્ચે ભીષણ અકસ્માતમાં ટ્રક ડ્રાઈવર સહિત કુલ 4 વ્યક્તિના કરૂણ મોત નિપજ્યાં

ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આણંદથી રાપર જતી બસની ટ્રક સાથે ટક્કર થઈ હતી

ગરવી તાકાત, પાટણ તા. 12 – પાટણના રાધનપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત… એસટી બસ અને ટ્રકની ટક્કરમાં 4 લોકોના મોત… તો 10 જેટલા લોકો ઘાયલ થતા સારવાર માટે ખસેડાયા હતા. પાટણ રાધનપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ખારિયા પુલ નજીક એસટી બસ-ટ્રક વચ્ચે ભીષણ અકસ્માતમાં ટ્રક ડ્રાઈવર સહિત કુલ 4 વ્યક્તિના કરૂણ મોત નિપજ્યા છે. તો અકસ્માતમાં 10 જેટલા લોકો ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આણંદથી રાપર જતી બસની ટ્રક સાથે ટક્કર થઈ હતી.

image

રાધનપુર હાઇવે ફરી ગમખ્વાર અકસ્માતથી લોહિયાળ બન્યો છે. ખારિયા પુલ નજીક રાપરીયા હનુમાન પાસે અકસ્માત સર્જાયો હતો. આણંદથી રાપર જતી એસટી બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં બન્ને વાહનોના ટ્રક અને ડ્રાઈવર મળી કુલ 4 ના મોત નિપજ્યા છે. તો અન્ય 8 થી 10 જેટલાં મુસાફરો ઘાયલ થયા છે.

અકસ્માતને લઇ હાઇવે પર ચક્કજામની સ્થિતિ સર્જાઈ હતી. અકસ્માતની જાણ થતા જ ઈમર્જન્સી 108 એમ્બ્યુલન્સ તેમજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ક્રેનની મદદથી એસટી બસને માર્ગ પરથી ખસેડવાની કામગીરી શરુ કરાઈ હતી. તો બીજી તરફ, ઘાયલોને પાટણ ધારપુર હોસ્પિટલ અને રાધનપુર રેફરલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને લઇ લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટ્યા હતા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0