મહેસાણા જિલ્લાના કડીમાં 4 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ શહેર થયો પાણી પાણી……

June 30, 2025

ગરવી તાકાત મહેસાણા : કડી શહેરમાં સતત હળવાથી ભારે વરસાદી ઝાપટાંરૂપે 91 મીમી વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શહેરના ત્રણેય અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતાં વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી. વડવાળા હનુમાનજી મંદિર પાસે ટ્રાફિકજામથી લોકો ત્રાહિમામ પોકારી ગયા. નગરપાલિકાનું તંત્ર પ્રથમ વરસાદમાં જ લાચારની સ્થિતિમાં આ વી ગયું. કડીમાં ધીમીધારે શરૂઆત બાદ બપોરે 12 થી 2માં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું.

Mehsana Rain: ધોધમાર વરસાદથી કડીના હાલ બેહાલ, અનેક વિસ્તારોમાં ગોઠણસમા પાણી  | Heavy rains cause waterlogging in many areas of Kadi Mehsana

વીજળીના કડાકા ભડાકા અને હળવા પવન સાથે જોરદાર બેટિંગ કરતાં 91 મીમી વરસાદ નોંધાયો હતો. વરસાદ ખાબકતાં શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ કરણનગર રોડ, ટાઉનહોલ રોડ, માર્કેટયાર્ડ રોડ, સરદાર બાગ પાછળ, વન વિભાગની કચેરી પાસે તેમજ નાનીકડી ચાર રસ્તાથી ડી.જે. હાઈસ્કૂલ સુધીનો રોડ તેમજ સુજાતપુરા રોડ તેમજ તે જ વિસ્તારની નીલકંઠ અને પૂજન સોસાયટી અને વિનાયક સિટી પાસે,

Kadi flooded due to 4 inches of rain in 5 hours, three bridges submerged |  શહેરીજનોની હાલત કફોડી બની: કડી 5 કલાકમાં 4 ઈંચ વરસાદથી જળબંબાકાર, ત્રણે  બ્રિજ પાણીમાં - Kadi News | Divya Bhaskar

દેત્રોજ રોડ, નંદાસણ રોડ, છત્રાલ રોડ અને થોળ રોડ પરનાં જાહેર માર્ગો પર કેડસમા પાણી ભરાઈ ગયાં હતાં. થોળ રોડ, સુજાતપુરા રોડ તેમજ તાલુકા સેવાસદન પાસેના અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતાં વાહન વ્યવહાર સદંતર બંધ થઈ ગયો હતો. શહેરના જાહેર માર્ગો પર નદીની જેમ પાણી વહેતાં હતાં. જેના કારણે શહેરીજનોની હાલત કફોડી બની ગઈ હતી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0