આરબીઆઇએ બેંકિંગ નિયમોનું પાલન ન કરવા બદલ ૮ સહકારી બેંકો પર લાખો રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સેન્ટ્રલ બેંકે આ માહિતી આપી અને કહ્યું કે આ બેંકો નિયમનકારી જરૂરિયાતોને પૂર્ણ કરવામાં નિષ્ફળ રહી છે. તેમના પર ૧ લાખથી ૪ લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવ્યો છે
રિઝર્વ બેંકના નિવેદન અનુસાર, ગુજરાતના સુરતમાં આવેલી ધ એસોસિએટ કો-ઓપરેટિવ બેંક પર ૪ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. સેન્ટ્રલ બેંકને જાણવા મળ્યું કે આ સહકારી બેંક નજીકના લોકો અને કંપનીઓને લોન આપવા સંબંધિત નિયમોનું યોગ્ય રીતે પાલન કરતી નથી. આ સિવાય દ્ભરૂઝ્ર સંબંધિત નિયમોનું પાલન કરવામાં પણ અનિયમિતતા જાેવા મળી હતી. તેવી જ રીતે, કેવાયસી નિયમો માટે મુંબઈ સ્થિત મોગાવીરા કો-ઓપરેટિવ બેંક લિમિટેડ પર ૨ લાખ રૂપિયાનો દંડ લાદવામાં આવ્યો છે
સુરતની વધુ એક બેંકને આરબીઆઇ દ્વારા ૧ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ધ વરાછા કો-ઓપરેટિવ બેંક લિમિટેડના સંદર્ભમાં સેન્ટ્રલ બેંકે શોધી કાઢ્યું કે થાપણદાર શિક્ષણ અને જાગૃતિ ભંડોળ યોજનાની કેટલીક જાેગવાઈઓનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. તેવી જ રીતે, સેન્ટ્રલ બેંકે જમ્મુની જમ્મુ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ અને જાેધપુરની જાેધપુર નાગરિક સહકારી બેંક પર ૧-૧ લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે
મહારાષ્ટ્રના પાલઘરમાં વસઈ જનતા સહકારી બેંક પર ૨ લાખ રૂપિયા, રાજકોટ પીપલ્સ કો-ઓપરેટિવ બેંક ઓફ રાજકોટ પર ૧ લાખ રૂપિયા અને ભદ્રાદ્રી કો-ઓપરેટિવ અર્બન બેંક પર ૨ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. લોન આપવા સંબંધિત નિયમો સહિત અન્ય કેટલીક જાેગવાઈઓનું પાલન ન કરવાને કારણે આ દંડ લાદવામાં આવ્યો છે.