મોડાસાના માઝુમ ડેમમાં 3600 ક્યુસેક પાણી છોડાયું : 48 ગામોને એલર્ટ અપાયું

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત અરવલ્લી : હવામાન વિભાગ ની આગાહી પ્રમાણે ગઈકાલે અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ખાબક્યો તેમજ ઉપરવાસમાં પણ ભારે વરસાદ જેના કારણે અરવલ્લીના જળાશયોમાં પાણીની આવકમાં વધારો થયો છે. હાલ જિલ્લાના 3 ડેમોમાં નવા નીર આવ્યા. ગઈકાલે ભિલોડા શામળાજી પંથકમાં ભારે વરસાદ ખાબક્યો જેના કારણે જિલ્લાના માઝૂમ મેશ્વો અને વાત્રક ડેમમાં પાણીની સપાટીમાં વધારો જોવા મળ્યો ત્યારે હાલ મેશ્વો ડેમ ઓવરફ્લોથી ફક્ત 44 સેમી બાકી છે,

ત્યારે માઝૂમ ડેમ ઓવરફ્લોથી 1 મીટર બાકી છે માઝૂમ ડેમની મુખ્ય સપાટી 157.10 મીટર છે જ્યારે રૂલ લેવલ 156.13 મીટર છે ડેમમાં હાલ 3600 ક્યુસેક પાણીની આવક છે ત્યારે ડેમનું લેવલ જાળવી રાખવા માટે 3600 ક્યુસેક પાણી છોડવું જરૂરી હતું તે મુજબ માઝૂમ ડેમમાંથી બે દરવાજા ખોલી 3600 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. ડેમમાં પાણી છોડવાના નિર્ણય સાથે મોડાસા બાયડ અને ધનસુરા તાલુકાના 48 ગામડાઓ ને સતર્ક રહેવા સૂચના અપાઈ છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.