શકિતપીઠ બહુચરાજી તાલુકામાં 350 વર્ષ જૂની વલ્લભ ભટ્ટની ચમત્કારિક વાવ 

May 28, 2023

લોકવાયકા મુજબ આ વાવ માતાજીએ પોતાના ભક્ત વલ્લભ ભટ્ટની તરસ છુપાવવા કરી આપી હતી

વાવમાં માતાજીના પાવન પગલાં પડ્યા હોવાથી અહીં ની ભુમી પવિત્ર છે

ગરવી તાકાત, બહુચરાજી તા. 28- મહેસાણા જિલ્લો બહુચરાજીના નામે ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વ ધરાવે છે. અહીં માં શક્તિ બહુચરાજીના સ્વરૂપમાં બિરાજમાન છે. આ સ્થળ 51 શક્તિપીઠો માનું એક છે. મા બહુચરાજીએ અહીં અનેક પરચા પુરાવેલા છે. બહુચરાજી તાલુકામાં  350 વર્ષ જુની વલ્લભ ભટ્ટની વાવ આવેલી છે. લોકવાયકા મુજબ આ વાવ માતાજીએ પોતાના ભક્ત વલ્લભ ભટ્ટની તરસ છુપાવવા કરી આપી હતી.  વલ્લભ ભટ્ટ મા બહુચરાજીનો પરમ ભક્ત હતો. વલ્લભ ભટ્ટ એક વખત માતાજીના દર્શન માટે પગપાળા અમદાવાદ થી બહુચરાજી જવા નિકળ્યા હતા. 350 વર્ષ પહેલા જ્યારે વલ્લભ ભટ્ટ મા બહુચરાના દર્શન કરવા મંદિર પહોંચવા વાળો હતો તે સમયે ખૂબ જ તરસ લાગી હતી જેના કારણે આજના સમયમાં હયાત વાવની જગ્યાએ બેસી ગયો હતો.

તરસ વધુ લાગવાના કારણે તેઓ સંગ સાથે આગળ વધી શકતા ન હતા. વલ્લભ ભટ્ટએ માતાજીને યાદ કરતા પોકાર કરી હતી કે ” હે માં તારા દર્શન કરવા હું આવી રહ્યો છું પરંતુ ખુબ તરસ લાગવાના કારણે હું આગળ વધી શકતો નથી. આ પ્રાર્થના સાંભળીને માતાજી એ પ્રગટ થઈને કહ્યું કે આ જગ્યા પર ખાડો ખોદવાથી પાણી મળી જશે અને વાવની જગ્યાએ માટી હટાવતાં જ પાણી મળ્યું અને સંઘની તરસ છુપાવી હતી. તેમના સંધના વણિક વિલોચંદે વલ્લભ ભટ્ટની યાદગીરીમાં આ વાવનું નિર્માણ કરાવ્યું હતું.

વાવમાં માતાજીના પાવન પગલાં પડ્યા હોવાથી અહીં ની ભુમી પવિત્ર છે. ભક્તો અહીંની માટી લઈ જઈને શ્રધ્ધાથી માનતા રાખે છે, અને લોકોની મનોકામના માતાજી પૂરી કરે છે.અહીની પવિત્ર માટી ભક્તોને બાધા પ્રસાદ રૂપે અપાય છે. આ વાવની માટી શ્રદ્ધાળુઓ પુત્ર પ્રાપ્તિ , મકાન તેમજ ધંધાની પ્રગતિ માટે અહીં બાધા રાખતા હોય છે. અહીંથી આપવામાં આવતી વાવની માટી પોતાના ઘરે મંદિરમાં મૂકી સેવા પૂજા કરવામાં આવે છે અને પોતાની મનોકામના પૂર્ણ થતા ભક્તો વાવથી લઈ ગયેલી માટી પરત લાવી બાધા પૂર્ણ કરતા હોવાની માન્યતા છે.

બહુચરાજીથી 1 કિલોમીટર દૂર , દેથલી ગામ જવાના રસ્તા તરફ , ગાયત્રી મંદિર રોડ ઉપર વલ્લભ ભટ્ટની વાવ આવેલી છે. અહીં દૂર દૂરથી કેમ કે અમેરિકા , બીજા ફોરેનમાં વસતા ગુજરાતીઓ તેમજ બીજા રાજ્યોના લોકો પણ અહી સંકલ્પ લેવા માટે આવે છે, અને માતાજી સામે માનતા રાખી માટી લઈ જાય છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0