ઈદ મિલાદ ઉલ નબીના જુલૂસ દરમિયાન બલૂચિસ્તાનના મસ્તુંગમાં બોમ્બ વિસ્ફોટમાં DSP સહિત 55ના મોત 130થી વધુ ઘાયલ

September 29, 2023

પાકિસ્તાનમાં ર સ્થળોએ 3 આત્મઘાતી હુમલામાં 59ના મોત થયા 

વિસ્ફોટ બાદ સામે આવેલી અનેક તસવીરો અને વીડિયોમાં લોહીથી લથપથ લાશો જોવા મળી રહી

બલુચિસ્તાન તા. 29 –શુક્રવારે પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં એક મસ્જિદ પાસે આત્મઘાતી હુમલો થયો હતો. આ હુમલામાં 55 લોકોનાં મોત થયાં છે, જ્યારે 50 લોકો ઘાયલ થયા છે. આ હુમલો ત્યારે થયો જ્યારે લોકો ઈદ-એ-મિલાદ-ઉન-નબીના જુલૂસ માટે એકઠા થઈ રહ્યા હતા.  બીજો અને ત્રીજો બ્લાસ્ટ ખૈબર પખ્તુનખ્વાના હંગુ શહેરમાં એક મસ્જિદ અને પોલીસ સ્ટેશનમાં થયો હતો. બંને આત્મઘાતી હુમલા હતા. અહીં એક પોલીસ અધિકારી સહિત ચાર લોકોના મોત થયા છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે વિસ્ફોટ બાદ મસ્જિદની છત ધરાશાયી થઈ ગઈ હતી. અહીં 30-40 લોકો કાટમાળ નીચે દટાયા છે. 12 લોકોને બચાવી લેવાયા છે. આ હુમલામાં 59 ના મોત થયા છે. જ્યારે બલુચિસ્તાનમાં 55ના મોત 100થી વધુ ઘાયલ છે.

પાકિસ્તાનમાં ઈદ મિલાદ ઉલ નબીના મુખ્ય જુલૂસ દરમિયાન બલૂચિસ્તાનના મસ્તુંગ વિસ્તારમાં એક મસ્જિદ પાસે થયેલા બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 34 લોકોના મોત થયા છે અને 130થી વધુ લોકો ઘાયલ થયા છે. પાકિસ્તાનની વેબસાઈટ ડાઉન ડોટ કોમના એક અહેવાલમાં શાહીદ નવાબ ઘૌસ બક્ષ રાઈસાની મેમોરિયલ હોસ્પિટલના ચીફ એક્ઝીક્યુટિવ ઓફિસર ડો. સઈદ મિરવાનીના હવાલે મોતના આંકડાની પુષ્ટિ કરાઈ છે. SHO મોહમ્મદ જાવેદ લહેરીએ એમ પણ કહ્યું કે મૃતકોમાં એક પોલીસ ઓફિસર પણ સામેલ છે. તેમના કહેવા મુજબ આ એક આત્મઘાતી હુમલો હતો. હુમલાખોરે ડીએસપી ગીશકોરીની કાર પાસે આ વિસ્ફોટને અંજામ આપ્યો. 

મળતી માહિતી મુજબ મસ્તુંગમાં અલફલાહ મસ્જિદ પાસે ઈદ એ મિલાદુન નબીના જુલૂસને નિશાન બનાવીને વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. અકસ્માતમાં ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વિસ્ફોટ બાદ તમામ હોસ્પિટલોમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે.

કોઈ લીધી નથી જવાબદારી હજુ સુધી આ વિસ્ફોટની કોઈએ જવાબદારી લીધી નથી. પાકિસ્તાની તાલિબાન (ટીટીપી) એ એક નિવેદનમાં પોતાની સંડોવણી હોવાની ના પાડી છે. મસ્તુંગમાં ગત વખતે થયેલા મોટા  ધડાકાની જવાબદારી ઈસ્લામિકસ્ટેટના પાકિસ્તાન ચેપ્ટરે લીધી હતી.  વિસ્ફોટ બાદ સામે આવેલી અનેક તસવીરો અને વીડિયોમાં લોહીથી લથપથ લાશો જોવા મળી રહી છે. બલુચિસ્તાનના વચગાળાના સૂચના મંત્રી જાન અચકઝઈએ કહ્યું કે બચાવ દળને મસ્તુંગ મોકલવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે ગંભીર રીતે ઘાયલ લોકોને ક્વેટા ખસેડવામાં આવી રહ્યા છે.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0