મહેસાણા જિલ્લામાં ખોટી રીતે પુરૂષ નસબંધીના વિવાદમાં ઘેરાયેલા જિલ્લામાં છેલ્લા બે વર્ષના સમયગાળામાં આરોગ્ય વિભાગ દ્વારા પુરૂષ અને સ્ત્રી મળીને કુલ 30542 નસબંધીના ઓપરેશન કરવામાં આવ્યા છે. જેમાં જિલ્લાના 10 તાલુકા પૈકી સૌથી વધુ મહેસાણા તાલુકામાં 3300 અને સૌથી ઓછા જોટાણા તાલુકામાં 551 નસબંધીના ઓપરેશન નોંધાયા છે. બે વર્ષના ગાળામાં સમગ્ર જિલ્લામાં માત્ર બાવન પુરૂષોના નસબંધી ઓપરેશન કરવામાં સફળતા મળી છે.
સૌથી વધુ ઓપરેશન મહેસાણામાં અને સૌથી ઓછા જોટાણા તાલુકામાં
ગુજરાત વિધાનસભામાં પાટણના કોંગી ધારાસભ્ય કીરીટ પટેલ દ્વારા પુછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં મહેસાણા જિલ્લામાં વર્ષ 2023 અને 2024ના બે વર્ષના સમયગાળા દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા નસબંધી ઓપરેશનની કરવામાં આવેલી કામગીરીના ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. જેમાં કરવામાં આવેલા ઉલ્લેખ પ્રમાણે, વર્ષ 2023 અને 2024ના સમયગાળા દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના 10 તાલુકાઓમાં કુલ 30542 નસબંધીના ઓપરેસન કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે. જેમાં પુરૂષ નસબંધીના માત્ર બાવન કેસ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.