ગરવી તાકાત માણાવદર: માણાવદરની પ્રખ્યાત અને સેવાકીય કાર્યોમાં મોખરે રહેલી જયઅંબે હોસ્પિટલના દ્વારા વૈશ્વિક મહિલા દિવસ અંતર્ગત મહિલાઓ માટે નો એક નિશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પમાં ડો. વિધીબેન પટેલ (શુક્લ) ના વડપણ હેઠળ યોજાઈ ગયો. આ કેમ્પમાં મહિલાઓના વિવિધ રોગોના તજજ્ઞો નિષ્ણાંતોએ સેવા આપી હતી.જેમા ડો. વિશાલ પટેલ તથા ડો.વિધિબેન પટેલ મુખ્ય હતા
આ કેમ્પમાં મહિલાઓના રોગો જેવા કે માસિક અનિયમીતતા, ચેહરા પર ખીલ, કમરનો દુખાવો, વજન વધઘટ, સફેદ પાણીનો સ્ત્રાવ, વિટામિનોની ખામીને કારણે થતી મૂંઝવણો, વારંવાર શરદી, ઉધરસ, ખાસી તથા વિકાસ સંબંધી રોગયુકત મહિલાઓએ બોડી ચેકઅપ અને રોગોના નિરાકરણની સારવાર લીધી હતી
આ કેમ્પમાં જનરલ વિભાગમાં ૬૦ મહિલા દર્દીઓ તથા ગર્ભવતી 35 મહિલાઓ મળીને કુલ ૯૫ મહિલાઓએ કેમ્પનો લાભ લીધો હતો જરૂરિયાત મંદોને અતિ જરૂરી દવાઓ મફત આપવામાં આવી હતી જેનો તમામ ખર્ચ જય અંબે હોસ્પિટલે વહન કર્યો હતો
આ કેમ્પને સફળ બનાવવા ડો. નિકુંજ શુકલ તથા તેમની સાથે સેવામાં રહેલા જેનાલીબેન, વિસવાબેન, દિશાબેન, રોશનીબેન, મુસ્કાનબેન, અફસાનાબેન, પરાગભાઈ દેકીવાડીયા તથા કેવલભાઈ રાવલ અને પરાગભાઈ બુમતારીયા વગેરેએ ખડે પગે રહીને સેવાઓ આપી હતી
તસવીર અને અહેવાલ : જીગ્નેશ પટેલ માણાવદર