ગરવી તાકાત મેહસાણા: મહેસાણામાં ઠંડી વધુ 2 ડિગ્રી ઘટતાં પારો 16 ડિગ્રીએ ગયો હતો ઠંડી ગાયબ થઈ હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી
પલટાઈ રહેલા વાતાવરણમાં ઉત્તર ગુજરાતમાં છેલ્લા ત્રણેક દિવસથી ઠંડીમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સોમવારે પણ ઠંડીનું જોર બે ડિગ્રી સુધી ઘટ્યું હતું. મુખ્ય 5 શહેરનું તાપમાન જોઈએ તો, મહેસાણાનું 16.0 ડિગ્રી, પાટણનું 16.1 ડિગ્રી, ડીસાનું 15.0 ડિગ્રી, ઇડરનું 15.8 ડિગ્રી અને મોડાસાનું 17.0 ડિગ્રી તાપમાન નોધાયું હતું. રાત્રિનું તાપમાન 15 ડિગ્રી પાર પહોંચતાં ઠંડી ગાયબ થઈ હોય તેવી સ્થિતિ સર્જાઇ છે.
દિવસે પણ ગરમીનો અનુભવ થયો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમના કારણે 5 થી 7 જાન્યુઆરી સુધી ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની શકયતા છે. જોકે, બુધવારે દિવસ રાતના તાપમાનમાં સામાન્ય વધ ઘટ અને પવન ફૂંકાશે. જેને લઇ 15 ડિગ્રી આસપાસ વાતાવરણ જળવાઇ રહેશે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે


