ગરવી તાકાત સાબરકાંઠા : સાબરકાંઠા જિલ્લામાં આગામી 22 જૂને યોજાનારી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં 21 પંચાયતો સમરસ થઈ જિલ્લાના 8 તાલુકાઓમાં કુલ 231 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે 616 મતદાન મથકો ઊભા કરવામાં આવશે. હિંમતનગરમાં તખતગઢ, નવાનગર અને ઠુમરા સહિત 3 ગ્રામ પંચાયતો સમરસ બની વિજયનગરમાં કઠવાવડી અને નવાભગા સમરસ થઈ ઈડર તાલુકામાં રામપુર(નવા), જવાનગઢ, બ્રહ્મપુરી, પૃથ્વીપુરા, મણીયોર, સુંદરપુર અને નવા એમ 7 પંચાયતો સમરસ બની.

પ્રાંતિજમાં કમાલપુર, મોરવાડ અને રામપુરા(આ.) સમરસ તલોદમાં સવાપુર, નવલપુર, જગાપુર બોરીયાછાપરા, ગુલાબની મુવાડી, ગુલાબપુરા, ભમરેચીના મુવાડા, મોઢુકા અને જસાજીની મુવાડી સમરસ બની આ તમામ સમરસ ગ્રામ પંચાયતોને સરકાર તરફથી વિકાસ કામો માટે વધારાની ગ્રાન્ટ આપવામાં આવશે.

આ ઉપરાંત, 8 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી પણ યોજાશે. જેમાં હિંમતનગરની 3, ઈડર, વિજયનગર અને પોશીનાની 1-1 તેમજ પ્રાંતિજની 2 પંચાયતોનો સમાવેશ થાય છે. આ પેટા ચૂંટણીમાં 8,137 પુરુષ અને 7,869 સ્ત્રી મતદારો મળીને કુલ 15,006 મતદારો મતદાન કરશે.


