2000ની નોટબંધી જાહેરાતને પગલે પેટ્રોલપંપ પર 100-200ના ઇંધણ ભરાવવામાં 2000ની નોટ સ્વીકારતા ન હતા
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કરાયેલા આદેશ મુજબ હવે તમામ પેટ્રોલપંપ પર 2000 ની નોટ સ્વીકારાશે
નવી દિલ્હી તા. 23- 2000 રુપિયાની નોટ બંધ કરવાની જાહેરાત બાદ દેશના મોટાભાગના તમામ પેટ્રોલપંપ પર 100 કે 200 રુપિયાના પેટ્રોલ ભરાવવા બદલ 2000 હજારની નોટ સ્વીકારવામાં નહી આવે 2000 હજારનું પેટ્રોલ ભરાવવું હોય તો જ સ્વીકારવામાં આવશે જેને પગલે દેશના તમામ વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા ત્યારે આજે રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયા દ્વારા આ મુદ્દો સમગ્ર દેશમાં ગરમાવો પકડતાં આખરે પેટ્રોલપંપના માલિકોને આ નિર્દેશ આપી દેવામાં આવ્યો છે કે તમામ પેટ્રોલપંપના માલિકોએ 2000ની નોટનો સ્વીકાર કરવો જેને પગલે છેલ્લા કેટલાક દિવસોથી ગરમાયેલા આ મુદ્દાનો અંત આવ્યો છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા રૂ।.બે હજારની નોટ સાથે રૂ।.50 અને રૂ।.100નું પેટ્રોલ ડીઝલ નહી વેચવા પેટ્રોલ પંપો ઉપર બોર્ડ લાગ્યા બાદ ઉહાપોળ મચી ગયા બાદ પેટ્રોલ એશો.એ ડીલરોને રૂ।.બે હજારની નોટ સ્વીકારવાની જાહેરાત કરી છે. જેથી હવે તમામ પેટ્રોલપંપોમાં રૂ।.બે હજારની નોટ સામે પેટ્રોલ-ડીઝલ ખરીદી શકાશે.
પેટ્રોલ પંપો પર મોટાભાગના લોકો રૂ।.બે હજારની નોટ આપી પેટ્રોલ-ડીઝલ પુરાવવા માટે જાય છે. ત્યારે અમુક ચોકકસ રકમનું પેટ્રોલ ડીઝલ પુરાવો તકે નોટ સ્વીકારવામાં આવશે તેવી બાબતો એસો.ને ધ્યાને આવી હતી.ગુજરાત પેટ્રોલ પંપ એસો.ના પ્રમુખ અરવિંદભાઈ ઠકકરે જણાવ્યું હતું કે રૂ।ે હજારની નોટ સામે ગ્રાહક પોતાની જરૂરિયાત મુજબ પેટ્રોલ-ડીઝલ, લુબ્રિકેટિંગ ઓઈલ, સીએનજી વિ.ખરીદી શકશે. આમ સતાવાર જાહેરાત થતા રૂ।000ની નોટનો પેટ્રોલ પંપોમાં સ્વીકાર થશે.


