ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લામાં ખાણ ખનિજ ચોરી કરી ગેરકાયદે વહન કરતાં સામે ખાણ ખનિજ તંત્રવાહકોએ તવાઈ બોલાવી ચેકિંગ હાથ ધરતાં ગત રવિવારે રામોસણા-ફતેપુરા રોડ અને નુગર ચોકડી પાસેથી ગેરકાયદે રેતીચોરી વહન કરતાં 2 ડમ્પર ટ્રકને ઝડપી લીધાં. 2 ટ્રકમાલિકો પાસેથી 1 લાખના દંડની રીકવરી કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું.
મહેસાણા શહેરના સીમાડાના રામોસણા-ફતેપુર રોડ પરથી ગત રવિવારે મોડીરાત્રિના અનધિકૃતરીતે રેતી ચોરી વહન કરતાં ટ્રક ડમ્પરને ખાણ ખનિજ કચેરીના રોયલ્ટી ઈન્સ્પેક્ટર નિસર્ગ ભટ્ટ તથા ટીમે ઝડપી લીધી હતી. તેવી જ રીતે, નુગર ચોકડી પરથી ઓવરલોડ રેતી ચોરી વહન કરતાં ડમ્પર ટ્રકને ખાણ ખનિજ અધિકારીઓની ટીમે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી.
2 ટ્રક ડમ્પરના માલિકો પાસેથી રૂ. 1 લાખના દંડની વસુલાત કરવામાં આવી હોવાનું રોયલ્ટી ઈન્સ્પેક્ટર નિસર્ગ ભટ્ટે જણાવ્યું ભૂસ્તર તંત્રવાહકો દ્વારા મોડીરાત્રિના પણ રસ્તાઓ પરથી પસાર થતાં ખનિજ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવાના પગલે રેતી માફિયા શખસોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.