પાલજમાં તસ્કરો નો આંતક વધુ 2 ખેડૂતોનો રૂ.74 હજારનો સામાન ચોરી કરી તસ્કરો રફુચક્કર

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા તાલુકાના પાલજને તસ્કરોએ નિશાન બનાવ્યું હોય તેમ અગાઉના સપ્તાહમાં 7 બોર પરથી કેબલની ચોરી બાદ વધુ 2 ખેડૂતોને ત્યાંથી ટ્રેક્ટરની ટ્રોલી, બોર ચાલુ કરવાનું સ્ટાર્ટર અને 45 ફૂટ કેબલ મળી કુલ રૂ.74 હજારનો મુદ્દામાલ ચોરી ગયા હતા. ચોરીનો ભોગ બનેલા બંને ખેડૂતોએ સાંથલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

જે 23મી સવારે પાર્ક કરેલી જ્ગ્યાએ જોવા ન મળતાં તેમણે રૂ.40 હજારની ટ્રોલીની ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે ગામના જ વિષ્ણુભાઇ પ્રભુદાસ પટેલના ગામના ઉદેલા રોડ પર આવેલા બોર પરથી 22મીની રાત્રે રૂ.25 હજારનું બોર ચાલુ કરવાનું સ્ટાર્ટર તેમજ બોરની બાજુમાં લગાવેલા રૂ.9 હજારની કિંમતના 45 ફૂટ લાંબા કેબલ મળી કુલ રૂ.34 હજારની મત્તાનો સામાન તસ્કરો ચોરી ગયા હતા.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.