— મહેસાણા જિલ્લામાં સર્જાયેલા અલગ અલગ અકસ્માતમાં 2 વ્યકિતના મોત નીપજ્યા :
— આ બન્ને ઘટનામાં પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી :
ગરવી તાકાત મહેસાણા : આ અંગે પ્રાપ્ત વિગત પ્રમાણે મહેસાણાના કુકસમાં રહેતા કિરણ રાવળ અને તેના માસીનો દિકરો અનિલ ગાભાભાઈ રાવળ મજુરી કામે ગયા હતા.ત્યાંથી કામ પતાવીને અનિલ પરત ઘરે આવી રહ્યો તે વખતે માર્ગમાં લાખવડથી રામપુરા ચોકડી વચ્ચે રોડ પરથી પસાર થયેલી કારના ચાલકે તેને ટક્કર મારતાં ગંભીર ઈજા થઈ.જયારે કાર ત્યાં મુકીને ચાલક ફરાર થઈ ગયો.
ઈજાગ્રસ્તને સારવાર માટે મહેસાણા સિવીલમાં લઈ જવાતા તબીબે મૃતક જાહેર કર્યો હતો. જયારે વિસનગરમાં રહેતા વેપારી કમલકુમાર કરશનભાઈ પટેલની બહેન પાલડી ચોકડીથી વિસનગર જવાના રોડ પર થઈને જઈ રહ્યા ત્યારે 1 બસના ચાલકે તેણીને પાછળથી ટક્કર મારતાં ઘટનાસ્થળે મોત નીપજ્યું. આ બન્ને અકસ્માત અંગે પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી.