— બંને બાળકો માતાપિતાને શોધવા 16 દિવસ ભટકતા રહ્યા :
ગરવી તાકાત મહેસાણા : મહેસાણાના લાઘણજથી મેઉ જતા રોડ પર આવેલા ચાઈલ્ડ હેવન ઇન્ટરનેશનલ ઇન્ડિયા હોમમાંથી અગાઉ 10 વર્ષનો કિશોર માતા પિતાને શોધવા દીવાલ કૂદી ભાગી ગયા બાદ પોલીસે 15 મીના રોજ તેણે પાલનપુરથી ઝડપી શોધી કાઢ્યો આ દરમિયાન કિશોર ફરી પોતાની 8 વર્ષની ભત્રીજીને લઇ નીકળી જતા સંસ્થાના સંચાલકોએ ફરી ગુમ થયાની ફરિયાદ નોંધાવતા 16 દિવસ બાદ મહેસાણા એસઓજી અને એ.એચ.યુ.ટીમેં બાળકોને પાલનપુર થી શોધી કાઢયા.
લાઘણજ પોલીસમાં બાળકો ભાગી ગયાની ફરિયાદ નોંધાયા બાદ મહેસાણા AHTU ની ટીમ સતત બાળકોને શોધવા કામે લાગી હતી એ દરમિયાન એસઓજી ટીમને બાતમી મળતાની સાથે જ પાલનપુરથી બે બાળકોને શોધી કાઢવામાં સફળતા મળી. SOG PIના જણાવ્યા પ્રમાણે ગુમ થયેલા બાળકો રખડતા ભટકતા બસમાં બેસી પાલનપુર પહોંચ્યા હતા. જ્યાં તેઓ સતત રેલવે સ્ટેશન,બસ સ્ટોપ જેવી જગ્યા પર રહી રખડતા ભટકતા માતા પિતાને શોધવા ફરી રહ્યા એ દરમિયાન 16 દિવસ બાદ મહેસાણા એસઓજી અને એ.એચ.યુ.ટીમને બાતમી મળતા બાળકો પાસે જઈ તેઓને શોધી કાઢ્યા.