માત્ર એક શિક્ષક દ્વારા મહેસાણા જિલ્લાની 17 પ્રા. શાળાઓના બાળકોના ભવિષ્યનું ઘડતર

શેર કરવા અહીં ક્લિક કરો.

મહેસાણા જિલ્લાની દરેક 17 શાળામાં માત્ર એક એક શિક્ષક દ્વારા શિક્ષણ અપાય છે 

એક શાળામાં એક શિક્ષક દ્વારા બાળકોના શિક્ષણનું ઘડાતું ભવિષ્ય કેટલું ગુણવત્તાસભર

ધોરણ 1થી 5 સુધી પ્રાથમિક શાળામાં એક શિક્ષક દ્વારા બાળકોને અપાતું શિક્ષણ

ગરવી તાકાત, મહેસાણા, તા. 07-   ગુજરાતમાં ઉચ્ચ અને ગુણવત્તાયુક્ત શિક્ષણની વાતો કરવામાં આવી રહી છે પરંતુ મહેસાણા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ચાલતા શિક્ષણની જમીની હકીકત અલગ જ છે.  મહેસાણા જિલ્લાની 17 પ્રાથમિક શાળાઓ પૈકી દરેક શાળામાં માત્ર એક જ શિક્ષકના ભરોસે ધોરણ 1 થી 5 ધોરણ સુધીના બાળકોને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. દરેક શાળામાં માત્રને માત્ર એક જ શિક્ષકના ભરોસે શિક્ષણની ગુણવત્તા કેવી હોઇ શકે તે પ્રકારના અનેક સવાલો ઉઠી રહ્યા છે. બાળકોમાં શિક્ષણની ગુણવત્તાના મૂળ બાળપણમાં નખાય છે ત્યારે પ્રાથમિક શિક્ષણ જ માત્ર એક શિક્ષકના ભરોસે મુકવામાં આવ્યું છે.

ત્યારે બાળકના ઉચ્ચ શિક્ષણ પર પણ અસર પડે છે. બાળપણથી આપવામાં આવેલું શિક્ષણ ઉચ્ચ નાગરીક બનવાનું ઘડતર કરે છે. ત્યારે મહેસાણા જિલ્લાની ગામડાઓમાં અભ્યાસ કરતાં બાળકોની સંખ્યામાં કેટલીક શાળાઓમાં મોટા પ્રમાણમાં છે. કેટલીક પ્રાથમિક શાળામાં બાળકોની સંખ્યા 33 છે તો કેટલીક પ્રાથમિક શાળાઓમાં 55 કરતાં પણ વધુ છે. ત્યારે આવી પરિસ્થિતિમાં એક શિક્ષક કેટલા બાળકોને અભ્યાસ કરાવી શકે. શિક્ષક પર પણ 1થી 5 સુધીના બાળકોને ભણાવવાનો ભાર સોપી દેવામાં આવ્યોં છે. મહેસાણા જિલ્લાની 17 શાળાઓમાં અભ્યાસ માટેના ઓરડા પુરતા પ્રમાણમાં છે પરંતુ શિક્ષણ માત્રને માત્ર એક શિક્ષક દ્વારા આપવામાં આવી રહ્યું છે. એક શિક્ષક દ્વારા તમામ બાળકોને તબક્કાવાર અભ્યાસ કરાવવામાં આવી રહ્યું છે.

(1) કાનપુરા તા.જોટાણા પ્રાથમિક શાળા, (2) નગીનપુરાની પ્રાથમિક શાળા, (3) ધાધલપુર પ્રાથમિક શાળા (4) કમળાપુરા પ્રાથમિક શાળા તાલુકો કડી (5) આનંદપુરા પ્રાથમિક શાળા  (મેઉ) પ્રાથમિક શાળા તાલુકો મહેસાણા (6)ઇજપુરા(જે)પ્રાથમિક શાળા તાલુકો મહેસાણા (7) મોતીપુર ઉમરી પ્રાથમિક શાળા તાલુકો સતલાસણા (8) ચાંદપુર પ્રાથમિક શાળા તાલુકો વડનગર (9) ગોલવંટ પ્રાથમિક શાળા તાલુકો વડનગર (10) ચોગોદ પ્રાથમિક શાળા તાલુકો વિજાપુર (11) બહુચરનગર પ્રાથમિક શાળા તાલુકો વિસનગર (12) મહાદેવપુરા પ્રાથમિક શાળા તાલુકો બહુચરાજી (13) દેદરડા પ્રાથમિક શાળા તાલુકો બહુચરાજી (14) ગણેશપુરા પ્રાથમિક શાળા બહુચરાજી (15) અજબપુરા પ્રાથમિક શાળા બહુચરાજી (16) બરીયફ પ્રાથમિક શાળા બહુચરાજી (17) દેવગઢ પ્રાથમિક શાળા બહુચરાજી આ શાળાઓમાં માત્ર 1 જ શિક્ષક એક ક શિક્ષકના ભરોસે 1 થી 5 સુધીનું શિક્ષણ અપાય છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.