16 જૂનથી 15 ઓક્ટોબર સાસણ ગિરમાં સિંહોનું વેકેશન, ચાર મહિના સિહદર્શન બંધ 

શેર કરવા અહીં ક્લિક કરો.

ગીર જતાં પ્રવાસીઓ માટે મોટા સમાચાર; આ તારીખથી ચાર મહિના નહીં કરી શકો સિંહ દર્શન

આ સમય કાળ દરમ્યાન સફારીનું મેન્ટેનન્સ કાર્ય અને સિંહનો પ્રજનન કાળ ના સમયગાળામાં પ્રવાસીઓ માટે પ્રતિબંધ

ગરવી તાકાત, જૂનાગઢ તા. 13 – જૂનાગઢના સાસણ ગિર ખાતે આગામી 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી સિંહોનું વેકેશન રહેશે. પ્રવાસીઓ માટે સિંહ દર્શન પર પ્રતિબંધ મૂકી દેલામાં આવ્યો છે.

14 lion in gir forest and video viral on social media | ગીરસોમનાથ: લીલાછમ્મ  ગીર જંગલમાં એકસાથે 14 સિંહો જોવા મળ્યા, વીડિયો વાઇરલ - Junagadh News |  Divya Bhaskar

જૂનાગઢ જિલ્લાના ગીર સાસણ ખાતે આગામી 16 જુનથી 15 ઓક્ટોબર સુધી સિંહ દર્શન વેકેશન હોવાથી નહિ થઈ શકે, દર વર્ષે 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી સિંહોનું વેકેશન હોય છે. આ દરમ્યાન પ્રવાસીઓ માટે સિંહ દર્શન બંધ રાખવામાં આવે છે. આ સમય કાળ દરમ્યાન સફારીનું મેન્ટેનન્સ કાર્ય અને સિંહનો પ્રજનન કાળ ના સમયગાળામાં પ્રવાસીઓ માટે પ્રતિબંધ કરાઈ છે.

જૂનાગઢ સીસીએફના જણાવ્યા મુજબ ગત વર્ષે 1.95 લાખ પ્રવાસીઓએ જંગલ સફારી અને 6.88 લાખ પ્રવાસીઓએ દેવડીયા પાર્કની મુલાકાત લીધી હતી. આ વર્ષ દરમ્યાન કુલ 8 લાખથી વધુ પ્રવાસીઓએ લીધી સાસણ ગિરની મુલાકાત લઈ સિંહ દર્શન કર્યા હતા.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.