ગરવી તાકાત પાટણ : પાટણ શહેરમાં ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા ધાર્મિક માહોલ સાથે નીકળી જગદીશ મંદિર ખાતેથી સવારે મંગળા આરતી બાદ ભગવાનને કોળા અને ગવારના શાકનો ભોગ ધરાવવામાં આવ્યો. ભગવાન જગન્નાથ, સુભદ્રાજી અને બલભદ્રજીની મૂર્તિઓને ત્રણ રથોમાં બિરાજમાન કરવામાં આવી ભક્તોએ અબીલ-ગુલાલની છોળો સાથે જય રણછોડ માખણ ચોરના નાદ સાથે સ્વાગત કર્યું હરેશભાઈ જોષીએ આરતી ઉતારી.

રોકડીયા ગેટથી શરૂ થયેલી રથયાત્રામાં શહેરના મુખ્ય માર્ગો પર લાખો ભક્તો ઉમટ્યા રથયાત્રામાં 100થી વધુ આકર્ષક ઝાંખીઓ જોવા મળી નિશાન ડંકો, શણગારેલા ઊંટ-ઘોડા, વિવિધ થીમ આધારિત ટેબ્લો સામેલ હતા.

વિવિધ સેવાભાવી સંસ્થાઓએ ઠંડા પાણી, ચા, છાશ, શરબત, કુલ્ફી અને મહાપ્રસાદનું વિતરણ કર્યું. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓએ તલવારબાજી અને અખાડાના દાવપેચનું પ્રદર્શન કર્યું.

પાટણમાં છેલ્લા 142 વર્ષથી આ રથયાત્રાનું આયોજન થાય છે જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને રથયાત્રા સમિતિના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષ આચાર્ય સહિતના પદાધિકારીઓએ આયોજનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.



