પાલનપુરના મોરવાડા પાસેથી 14.44 લાખનો ગેરકાયદેસર બાયોડિઝલનો જથ્થો ઝડપાયો

શેર કરવા અહીં ક્લિક કરો.

એસ.ઓ.જી.ની ટીમે બાતમી આધારે મોરવાડાની કે.આર.સી. ઇન્ફ્રા.પ્રા.લિ. માં કરી હતી રેડ

 
બનાસકાંઠા જિલ્લામાં ગેરકાયદેસર રીતે રાખેલ પેટ્રોલિયમ પદાર્થ એટલે કે બાયોડિઝલનો 19,200 લિટર જેટલી મોટી માત્રામાં જથ્થો બનાસકાંઠા એસઓજીની ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 
 

બનાસકાંઠા એસ.ઓ.જીની ટીમનું સફળ ઓપરેશન પાર પાડ્યું છે. એસઓજી પી.આઇ ડી.આર.ગઢવી તથા પીએસઆઈ એમ.કે.ઝાલા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી માહિતી મળેલ કે મોરવાડા ગામે આવેલ કે.આર.સી. ઇન્ફ્રા પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડના પ્લાન્ટમાં શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થ બાયો ડીઝલ નો જથ્થો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે. જે આધારે રેડ કરવામાં આવતા 19,200 લીટર બાયોડીઝલ રૂ.14.44 લાખનો જથ્થો ઝડપી પાડી આરોપી અનિલ મૂળચંદભાઇ જાટ વિરૂધ્ધ કાયદેસરનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મહત્ત્વનું છે કે સૂઇગામ મામલતદાર પી.એન.ગઢવીને પણ સ્થળ પર બોલાવી મુદ્દામાલ સીઝ કરી આરોપી વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ત્યારે બાયોડીઝલનું વેચાણ કરતા તત્વોમાં આ કાર્યવાહીને પગલે ફફડાટ વ્યાપી ગયો છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.