ગુજરાતમાં ચોમાસું બેઠું તેને હજુ એક મહિનો થયો છે. ત્યારે રાજ્યમાં સીઝનનો 80 ટકા જેટલો વરસાદ વરસ્યોં
ગુજરાતમાં સિઝનનો 80 ટકા વરસાદ નોંધાયો, સૌરાષ્ટ્રમાં સીઝનની સરેરાશને વટાવી, તો કચ્છમાં સીઝનનો 124 ટકા અને જૂનાગઢમાં સીઝનનો 143 ટકા વરસાદ વરસી ગયો
ગુજરાતમાં કુલ 346 મકાનોને સંપૂર્ણ નુકસાન થયું છે. તો 19,679 મકાનોને આંશિક નુકસાની વેઠવી પડી
ગરવી તાકાત, ગાંધીનગર તા. 24 – ગુજરાતમાં ચોમાસું બેઠું તેને હજુ એક મહિનો થયો છે. ત્યારે રાજ્યમાં સીઝનનો 80 ટકા જેટલો વરસાદ પડી ચૂક્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં તો વરસાદ સીઝનની સરેરાશને પણ વટાવી ગયો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હજુ પણ વરસાદ યથાવત્ છે. આ બંને ક્ષેત્ર ઉપરાંત ઉત્તર ગુજરાત માટે હજુ બે દિવસ ભારે છે. ગુજરાતમાં સિઝનનો વરસ્યો 80 ટકા વરસાદ નોંધાયો છે.

ઝોન પ્રમાણે જોઈએ તો કચ્છમાં 124 ટકા તો જિલ્લાવારમાં જૂનાગઢમાં ખાબક્યો 143 ટકા વરસાદ ખાબક્યો છે. જોકે, ગુજરાતમાં વરસાદની આગાહી હજુ પણ છે. આજે પણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ગુજરાતમાં ચોમાસું પહેલાથી જ આવી ચઢેલા બિપોરજોય વાવાઝોડાએ ભારે તારાજી સર્જી હતી. ત્યારે સરકારી આંકડા અનુસાર, રાજ્યમાં ચાલુ સીઝનમાં વરસાદ સહિતની કુદરતી આફતમાં કુલ 130 લોકોના જીવ ગયા છે.


વરસાદ, વાવાઝોડું, પૂર જેવી આફતોનો સામનો ગુજરાત છેલ્લા કેટલાક સમયથી કરી રહ્યું છે. 1 એપ્રિલ, 2023 થી લઈને 22 જુલાઈ સુધીના રિપોર્ટ પર નજર કરીએ તો, ગુજરાતમાં ભારે તારાજી સર્જાઈ છએ. ગુજરાતમાં કુલ 346 મકાનોને સંપૂર્ણ નુકસાન થયું છે. તો 19,679 મકાનોને આંશિક નુકસાની વેઠવી પડી છે.
સૌથી વધુ ખરાબ હાલત પશુઓના છે. કુદરતી આફતમાં ગુજરાતમાં કુલ 4375 પશુઓના મોત નિપજ્યા છે. તો સામે 1.17 લાખ ઈલેક્ટ્રીક થાંભલઓને નુકસાની થઈ છે. ખાસ કરીને, સૌરાષ્ટ્ર-કચ્છમાં મોટા પાયે નુકસાની જોવામળી છે.


