પાટણમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી…

June 21, 2025

ગરવી તાકાત પાટણ : પાટણમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી વિવિધ સ્થળોએ કરવામાં આવી એક પૃથ્વી એક સ્વાસ્થ્યની થીમ સાથે સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરાયું જિલ્લા કક્ષાની મુખ્ય ઉજવણી એનજીએસ કેમ્પસ ખાતે યોજાઈ આ કાર્યક્રમમાં પાટણના સાંસદ ભરત ડાભી, જિલ્લા કલેક્ટર સહિત અધિકારીઓ, કર્મચારીઓ, શહેરીજનો અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો.

International Yoga Day celebrated grandly in Patan | પાટણમાં આંતરરાષ્ટ્રીય  યોગ દિવસની ભવ્ય ઉજવણી: એનજીએસ મેદાન, રાણીની વાવ સહિત અનેક સ્થળોએ હજારો  લોકોએ યોગાસન ...

વિશ્વ હેરિટેજ રાણીની વાવ ખાતે પણ વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું. શિશુ મંદિર શાળાના વિદ્યાર્થીઓ અને પુરાતત્વ વિભાગના કર્મચારીઓએ યોગાસન કર્યા. યુનિવર્સિટી કેમ્પસમાં પણ યોગ દિવસની ઉજવણી થઈ. જિલ્લાના તમામ તાલુકા મથકો, શહેરો અને ગામડાઓમાં શાળાઓ, કોલેજો અને વિવિધ સંસ્થાઓએ કાર્યક્રમો યોજ્યા હજારો લોકોએ આ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.

પાટણ ખાતે શનિવારે વહેલી સવારે વિશ્વ યોગ દિવસ નિમિત્તે પ્રેક્ટિસ માટે આવતા યુવાનો દ્વારા પાણીની અંદર જ યોગ કરીને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી જેમાં આ યુવકો દ્વારા સૂર્ય નમસ્કાર, વક્રાસન, પદ્માસન, અનુલોમ વિલોમ જેવા યોગાસન કરીને આકર્ષણ જમાવ્યું હતું.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0