ગરવી તાકાત અમદાવાદ : અમદાવાદ શહેરમાં અકસ્માતના બનાવવામાં સતત વધારો થઈ રહ્યો છે.ત્યારે આજે ચાંદખેડામાં પોલીસના નેમ પ્લેટ વાળી કારે લોડીંગ રીક્ષાને ટક્કર મારી હતી.જેના કારણે લોડીંગ રીક્ષા પલટી ખાઈ પડી હતી.આ દરમિયાન લોડીંગ રીક્ષામાં બેઠેલા 11 વર્ષના બાળકનું મોત થયું છે. આ અંગે એલ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી.પોલીસનું કહેવું છે કે આરોપી પોલીસમાં નથી તે ખાનગી કંપનીમાં નોકરી કરે.

-> લોડીંગ રિક્ષાને ટક્કર મારતા 11 વર્ષીય બાળકનું મોત :- ચાંદખેડા IOC રોડ ઉપર સ્નેહા પ્લાઝાની સામે ગંગારામ ગુર્જર તેમના 11 વર્ષના બાળક શંકરને લોડીંગ ટેમ્પામાં બેસાડીને લઈ જઈ રહ્યા.આ દરમિયાન એક ટોયેટાની ટીયાગો ગાડી જેમાં આગળના ભાગે પોલીસ લખેલી નેમ પ્લેટ પડી હતી.તે ગાડીએ પુરપાટ ઝડપે લોડીંગ રીક્ષાને ટેક્ટર મારી.લોડીંગ રીક્ષાને ટક્કર વાગતા રીક્ષા પલટી ખાઈ ગઈ,જેના કારણે રિક્ષામાં સવાર પિતા પુત્ર નીચે પડ્યા હતા.લોડીંગ રીક્ષા 11 વર્ષના માસુમ બાળક પર પડતા ગળાના ભાગે ગંભીર ઇજા થઈ હતી.

જ્યારે બાળકના પિતા ગંગારામ ગુર્જરને ઇજા પહોંચી છે. બનાવ બનતા આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા હતા.આ બનાવમાં પોલીસની નેમ પ્લેટ લખેલી કાર ચલાવનાર વ્યક્તિ તરુણ પરમાર નામનો હોવાનું સામે આવ્યું.આરોપી તરુણ પરમાર અમદાવાદના મણીનગરમાં રહે અને મારુતિ કુરિયર કંપનીમાં નોકરી કરતો હોવાનું સામે આવ્યું.જોકે કારની આગળ જે પોલીસ લખેલી નેમ પ્લેટ પડી હતી તે બાબતે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

-> પોલીસની નેમ પ્લેટ બાબતે તપાસ હાથ ધરવામાં આવી :- આ અંગે એલ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એન.એમ પંચાલે જણાવ્યું હતું કે અકસ્માત અંગે ગુનો નોંધવામાં આવ્યો છે.આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે.આરોપીએ ગાડીમાં પોલીસની નેમ પ્લેટ કેમ લગાવી તે મામલે તપાસ કરવામાં આવી રહી છે.


