મહેસાણા મેવડ ટોલ નાકા પાસેથી વિદેશી શરાબના જથ્થા સાથે 11.69 લાખનો મુદ્દામાલ ઝડપાયો 

June 17, 2023

મહેસાણા એલસીબીની ટીમે કારમાંથી 1.68 લાખનો વિદેશી શરાબ ઝડપ્યોં 

રાજસ્થાન તરફથી આવતી કિયા કાર અમદાવાદ તરફ જતી હોવાની બાતમી મળી હતી 

Sohan Thakor – મહેસાણા તા. 17- મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાજસ્થાન તરફથી વિદેશી શરાબનો જથ્થો ભરીને અમદાવાદ તરફ જઇ રહેલી કિયા કારને મેવડ ટોલનાકા પાસે અટકાવી તેમાંથી 1.68 લાખનો વિદેશી શરાબના જથ્થો તથા કાર સાથે બે શખ્સોને ઝડપી પાડી કુલ રુ. 11.69 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીએ પ્રોહિબીશનની પ્રવૃતિને ડામી દેવાના આપેલા આદેશ મુજબ મહેસાણા એલસીબી પીઆઇ જે.પી.રાવના નેતૃત્વમાં મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમના પીએસઆઇ એચ.એલ.જોષી, એએસઆઇ આશાબેન, રાજેન્દ્રસિંહ, દિલિપસિંહ, સાબીરખાન, રાકેશસિંહ, ભાવિકકુમાર, પાર્થકુમાર સહિતનો સ્ટાફ એલસીબી કચેરીએ હાજર હતા તે દરમિયાન સાબિરખાન તથા ભાવિકકુમારને ખાનગી રાહે સંયુક્ત બાતમી મળી હતી કે, રાજસ્થાન તરફથી કિયા કારમાં વિદેશી શરાબનો જથ્થો ભરી કાર ચાલક અમદાવાદ તરફ જઇ રહ્યો હોવાની મળેલી બાતમી બાતમીના આધારે

મેવડ ટોલ નાકા પાસે એલસીબીએ વોચ ગોઠવી દીધી હતી. આ દરમિયાન ઉપરોક્ત બાતમીવાળી કિયા કાર આવતાં કારને કોર્ડન કરી અટકાવી કારમાં તપાસ કરતાં કિયા કારમાં વિદેશી શરાબની વિવિધ બ્રાન્ડની બોટલ તથા બિયરના ટીનનો જથ્થો કિંમત રું. 1.68,600નો જથ્થો ભરેલો હતો. કારમાં સવાર બે શખ્સોની મોગલ આસીફ ઉર્ફ આસો યુસુફ બેગ અને ક્લીનર શાહ મહમદ આદિલ સાજીદ ભાઈ ને ઝડપી લીધા હતા. પોલીસે સમગ્ર કેસમાં વિદેશી દારૂ,એક મોબાઈલ,એક ગાડી મળી કુલ 11 લાખ 69 હજાર 100 નો મુદ્દામાલ કબ્જે કરી સાબીર ઉફ કાલુ અને વાદળ સિંહ ઉર્ફ કેતન સિંહ વાઘેલા ને ઝડપવા ચક્રોગતિમાન કર્યા છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0