ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બાદ રાજ્યના 108 જળાશયો હાઇએલર્ટ પર

August 31, 2024

રાજ્યમાં મેઘકહેર વચ્ચે 108 જળાશયો હાઇએલર્ટ પર, સરદાર સરોવરની શું સ્થિતિ?

ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 48 ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બાદ રાજ્યના જળાશયોમાં પાણીની સારી આવક જોવા મળી

રાજ્યમાં મેઘરાજાની મહેરના પરિણામે 206 જળાશયોમાંથી 108 જળાશયો સંપૂર્ણ એટલે કે 100 ટકા ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા

ગરવી તાકાત, ગાંધીનગર તા. 31 – ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બાદ રાજ્યના જળાશયોમાં પાણીની સારી આવક જોવા મળી રહી છે. રાજ્યમાં મેઘરાજાની મહેરના પરિણામે 206 જળાશયોમાંથી 108 જળાશયો સંપૂર્ણ એટલે કે 100 ટકા, જ્યારે 44 જળાશયો-ડેમ 70 થી 100 ટકા વચ્ચે ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. આ સિવાય રાજ્યના 20 ડેમ 50 ટકાથી 70 ટકા ભરાતા એલર્ટ અપાયું છે. જ્યારે 22 ડેમ 25 થી 50 ટકા વચ્ચે તેમજ 12 ડેમ 25 ટકાથી ઓછા ભરાયા છે.

ધરોઈ ડેમને પ્રવાસન સ્પોટ બનાવવા ઉદાસીનતા

આ સિવાય ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં 2,86,387 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 85 ટકા જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયોમાં 4,32,507 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 77.21 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે. આમ કુલ 207 જળાશયોમાં 80 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે તેમ, જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.

દાંતીવાડા જળાશય યોજના | બંધો અને નહેરો | ડેટાબેંક | નર્મદા (ગુજરાત રાજય)

આજે સવારે 8.00 કલાકના અહેવાલ મુજબ રાજ્યમાં સાવત્રિક વરસાદના પરિણામે સૌથી વધુ સરદાર સરોવર યોજનામાં 1.86 લાખ ક્યુસેક પાણીની આવક સામે 1.78 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જ્યારે ઉકાઈમાં 62 હજાર ક્યુસેક પાણીની આવક સામે 46 હજારની જાવક, વણાકબોરી જળાશયમાં 26 હજાર ક્યુસેક પાણીની આવક સામે 26 હજારની જાવક, કડાણામાં 21 હજાર ક્યુસેક પાણીની આવક સામે 20 હજારની જાવક તેમજ ભાદર-૨માં 16 હજાર ક્યુસેક પાણીની આવક સામે 16 હજાર ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે.

10 gates of Narmada Dam will be opened by noon | ગુજરાતીઓ આનંદો: નર્મદા  ડેમના 23 દરવાજા 5.60 મીટર સુધી ખોલાયા, 12.90 લાખ ક્યૂસેકની આવક, 5.60 લાખ  ક્યૂસેક નદીમાં જાવક ...

આ ઉપરાંત સૌથી વધુ મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 93 ટકા, કચ્છના 20 જળાશયોમાં 87 ટકા, સૌરાષ્ટ્રના 141માં 81 ટકા, દક્ષિણ ગુજરાતના 13માં 77 ટકા, જ્યારે ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 48 ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે. આમ સરદાર સરોવર સહિત 207 જળાશયોમાં અત્યાર સુધીમાં 80 ટકાથી વધુ પાણીનો જથ્થો સંગ્રહાયો છે. ગત વર્ષે આ સમયે આ 207 જળાશયોમાં 76 ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો હતો તેમ, જળ સંપત્તિ વિભાગની યાદીમાં વધુમાં જણાવ્યું છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0