ગરવી તાકાત પાટણ : પાટણ જિલ્લામાં દિવાળીના તહેવારો દરમિયાન દાઝવાના અને અન્ય ગંભીર કેસોને પહોંચી વળવા માટે 108 એમ્બ્યુલન્સ સેવા સજ્જ રહેશે. જિલ્લાના 9 સ્થળોએ કુલ 27 એમ્બ્યુલન્સ સ્ટાફ સાથે સ્ટેન્ડ-બાય રાખવામાં આવશે. આ આયોજન હેઠળ જિલ્લામાં દર 20 કિલોમીટરના અંતરે એક એમ્બ્યુલન્સ ઉપલબ્ધ રહેશે. પાટણ જિલ્લા 108 એમ્બ્યુલન્સના મેનેજર નરેશ પટેલે જણાવ્યું કે, દિવાળી, બેસતા વર્ષ અને ભાઈબીજના પર્વ દરમિયાન તાત્કાલિક સારવારની જરૂરિયાતવાળા ગંભીર કેસોની સંખ્યામાં વધારો થતો હોય દર્દીઓને સમયસર હોસ્પિટલ પહોંચાડી શકાય તે માટે 95 જેટલા EMT અને પાયલોટ પણ સ્ટેન્ડ-બાય રહેશે.
આ સમયગાળા માટે સ્ટાફની રજાઓ પણ રદ કરવામાં આવી સામાન્ય દિવસોની સરખામણીમાં તહેવારોના દિવસોમાં ગંભીર અકસ્માતો, દાઝી જવાના કેસો અને મારામારીના બનાવોમાં વધારો જોવા મળે. ખાસ કરીને પાટણ નેશનલ હાઈવે પર અકસ્માતોની સંખ્યા વધી જાય આવા સમયે 108 એમ્બ્યુલન્સ પર કોલનું પ્રમાણ પણ વધે જેથી દર્દીઓને તાત્કાલિક મદદ મળી રહે તે સુનિશ્ચિત કરવું જરૂરી ચાલુ વર્ષે દિવાળી પર્વના દિવસોમાં ગંભીર કેસ વધે તો દર્દીઓને સમયસર હોસ્પિટલે પહોંચાડવા માટે આ ચુસ્ત આયોજન કરાયું.
જિલ્લાના 9 સ્થળોએ 27 એમ્બ્યુલન્સ વાન 95 કર્મચારીઓના સ્ટાફ સાથે તૈયાર રહેશે. આ ઉપરાંત, કેટલીક એમ્બ્યુલન્સને વિશેષ સંજોગો માટે રિઝર્વ પણ રાખવામાં આવશે.આ એમ્બ્યુલન્સ સેવા પાટણ તાલુકા, સરસ્વતી તાલુકાના જગરાલ, કાંસા, ચાણસ્મા, હારીજ, સમી, બસપા, સિદ્ધપુર, શંખેશ્વર, રાધનપુર, વારાહી અને સાંતલપુર સહિત કુલ 18 પોઈન્ટ પર ઉપલબ્ધ રહેશે. 108ના 95 કર્મચારીઓનો સ્ટાફ આ ત્રણ દિવસ દરમિયાન 24 કલાક સ્ટેન્ડ-બાય રહીને સેવા આપશે.