સરસ્વતી તાલુકાનાં મેસર ગામે પ્રેમલગ્ન ની અદાવત નાં મામલે બે મહોલ્લા નાં બે જૂથો વચ્ચે સામ સામે અથડામણ થતાં બંને પક્ષોએ એરગનથી સામ-સામે ફાયરિંગ કર્યુ હતું જેમાં ત્રણ લોકો સહિત અથડામણમાં કુલ 10 લોકો ઘાયલ થતાં ગામમાં પોલીસ કાફલો ખડકી દેવાયો હતો.
મેસર ગામે સવારે પ્રેમ લગ્ન ની અદાવતમાં ગામના બે મહોલ્લા નાં બે જૂથો વચ્ચે ધોકા લાકડીઓ અને છૂટા પથ્થરોથી અથડામણ થઈ હતી.જેમાં બંને પક્ષોએ સામ સામે એરગન થી છરાછોડી ફાયરિંગ કરતાં ત્રણ લોકો ઘાયલ થયા હતા અથડામણમાં કુલ 10 લોકો ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે સિધ્ધપુર ધારપુર સહિત જુદી જુદી હોસ્પિટલોમાં લઈ જવાયા હતા.
ઘટનાને પગલે ગામમાં ભરેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાતાં સિધ્ધપુર ડીવાયએસપી કે કે પંડ્યા સહિત એલસીબી એસઓજી અને વાગડોદ પોલીસ ની ટીમો ગામમાં દોડી આવી હતી. ગામમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. અને વાગડોદ પોલીસે ફરિયાદ લેવાની કાર્યવાહી હાથ ધરી હતી. વાગડોદ પી.આઇ આર.કે.સોલંકી એ જણાવ્યું હતું કે પ્રેમ લગ્નની અદાવતમાં ઠાકોર સમાજના બે મહોલ્લા વચ્ચે લાકડીઓ પથ્થરો
થી અથડામણ થઈ છે. જેમાં બંને પક્ષોએ સામ સામે એરગનથી છરા મારતાં ત્રણ લોકોને ઇજાઓ થઈ છે. ઝઘડામાં કુલ 10 લોકોને ઇજાઓ થતા ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલી રહી છે.