મહેસાણા એલસીબીની ટીમે વિદેશી શરાબ સહિત કુલ રુપિયા 8.69 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
મહેસાણા એલસીબીએ વિદેશી શરાબના મુદ્દામાલ સાથે રાજસ્થાનના શખ્સને ઝડપ્યોં
ગરવી તાકાત, મહેસાણા તા. 08 – (Sohan Thakor) – મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વિસનગર દેણપ ચોકડી પાસેથી રાજસ્થાન તરફથી વિદેશી શરાબનો જથ્થો ભરેલી ક્રેટા કારની અટકાવી કારમાંથી 1.54 લાખનો વિદેશી શરાબનો જથ્થો તેમજ કાર મળી કુલ રુપિયા 8,69,728નો મુદ્દામાલ ઝડપી પાડી એક શખ્સને ઝડપી પાડ્યોં હતો.
મહેસાણા જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ આચરતાં ઇસમો ઉપર વોચ રાખી પ્રોહીબશનના વધુમાં વધુ કેસો સારુ સ્પેશીયલ ડ્રાઇવ કરી પોહિબીશનની પ્રવૃતિ ઝડપી પાડવાના આપેલા મહેસાણા જિલ્લા પોલીસવડા ઋષિકેશ ઉપાધ્યાના આદેશ મુજબ મહેસાણા એલસીબી પીઆઇ એસ.એસ.નિનામાના નેતૃત્વમાં એલસીબી પીએસઆઇ એમ.ડી.ડાભ, હેકો. કિરણજ, વિજયસિંહ, લાલાજી, રમેશભાઇ, પીસી અજયસિંહ, રવિકુમાર, સુભાષચંદ્ર સહિતનો સ્ટાફ એલસીબી કચેરીએ હાજર હતા તે દરમિયાન પીસી અજયસિંહ તથા રવિકુમારને ખાનગી રાહે બાતમી મળી હતી કે,
વિસનગર શહેર દેણપ ચોકડી પાસેથી સુખરામ પુરખારામ જાટ રહે. કાગોડા તા. ચિતલવાણા, જી.સાંચોરવાળો ક્રેટા કાર નં. જીજે08-બીએફ-9559માં પરપ્રાંતિય વિદેશી શરાબનો જથ્થો ભરીને પસાર થનાર છે. જે બાતમીના આધારે વિસનગર દેણપ ચોકડી પાસે એલસીબીની ટીમે વોચ ગોઠવી હતી. આ દરમિયાન ક્રેટા કાર આવતાં તેને અટકાવી કારમાં તપાસ કરતાં તેમાંથી વિદેશી દારુની 38 પેટી તથા છુટી બોટલ નંગ 69 મળી કુલ 777 બોટલ જેની કિંમત 1,54,728 તથા મોબાઇલ કિંમત 15 હજાર તથા ક્રેટા કાર મળી કુલ રુપિયા 8,69,728નો મુદ્દામાલ સાથે સુખારામ જાટને ઝડપી લીધો હતો.