સ્ટેમ્પ ડ્યુટીમાં સુધારા બિલને રાજ્યપાલ દ્વારા મંજુરી મળી ગઈ છે. તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં ‘ધ ગુજરાત સ્ટેમ્પ એમેન્ડમેન્ટ બિલ 2025’ રજૂ કરવામાં આવ્યું હતું. સુધારા બિલમાં સૌથી મોટા અપડેટ એ છે કે, તેમાં દંડની રકમ 200 રૂપિયાથી વધારીને 1 લાખ કરવામાં આવી છે.
આ રીતે કરવામાં આવતો દંડ ઓછામાં ઓછો 10 હજાર રૂપિયા તો કરવો જ પડશે તેવી જોગવાઈ નવા સૂચિત સુધારા ખરડામાં દાખલ કરવામાં આવી છે. કલમ 62-ક ની 1, 2, 3 માં કરવામાં આવેલી નવી જોગવાઈ પ્રમાણે કેટલાક કિસ્સાઓમાં આ દંડની રકમ 200 થી વધારીને 50 હજાર રૂપિયા પણ કરી દેવામાં આવી છે. તેમજ ઓછામાં ઓછી પેનલ્ટી 10 હજાર કરી દેવાની ખરડામાં જોગવાઈ કરવામા
ભાડાની પ્રોપર્ટી પર બોજો વધ્યો
દંડની જંગી રકમ રાખીને તે રકમમાં ઘટાડો કરવાની કલેક્ટરને સલાહ આપવામાં આવી હતી. સાથે ભાડા પર રહેઠાણની અને કોમર્શિયલ પ્રોપર્ટી આપનારાઓ પરનો બોજો પણ વધારવામાં આવ્યો છે. 11 મહિના 39 દિવસના ભાડાં કરાર રહેઠાણ માટે હોય તો તેને માટે 500 રૂપિયાનો સ્ટેમ્પ અને કોમર્શિયલ માટે 1000 રૂપિયાનો સ્ટેમ્પ વાપરવાની જોગવાઈ છે. આ કરારની વિગતો પાંચ કે પંદર વર્ષથી નહીં દર્શાવવામાં આવી હોય તો તેને માટે 10 હજાર રૂપિયાનો સ્ટેમ્પ વાપરવો પડશે અને તે ઉપરાંતના વર્ષ માટે બે ટકાના દરે દંડ કરવાની જોગવાઈ દાખલ કરવામાં આવી છે.
સ્ટેમ્પ ડ્યુટી જરૂરી દસ્તાવેજ
સ્ટેમ્પ ડ્યૂટી એ બહુ જ જરૂરી દસ્તાવેજ છે. જેમાં રૂપિયા જમા કરાવીને દસ્તાવેજ ક્લિયર કરાવવામા આવે છે. હવે નવા સુધારા મુજબ, સરકારે સ્ટેમ્પ ડ્યૂટીની રકમ બમણી કરી દીધી છે. ઉદાહરણ તરીકે જોઈએ, તો જો તમને 1 લાખની સ્ટેમ્પ ડ્યુટી ભરવાી હોય તો તેને બદલે હવે 2 લાખ જમા કરાવવા પડશે. આમ, આ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોએ આ અંગેની માહિતી મેળવી લેવી.