સાબરકાંઠા નાયક સમાજ સમૂહ લગ્ન સમિતિ ઇડર ને આર્થિક દાન યોગદાનથી સમાજસેવાની વિમલ સુગંધ ફેલાવનાર દાતાશ્રી નું ‘સાકર તુલા’થી ભાવભર્યું સન્માન

February 21, 2026



ગરવી તાકાત, ઇડર
તસ્વીર અહેવાલ રાકેશ નાયક ઇડર

સાબરકાંઠા જિલ્લાના નાયક સમાજ નું ગૌરવ ઇડર તાલુકાના મસાલ ગામના વતની તથા હાલ આનંદ ખાતે નિવાસી ડૉ. કનૈયાલાલ હીરાલાલ નાયક દ્વારા નાયક સમાજ પ્રત્યે સમાજપ્રેમ દર્શાવતા સમાજવાડીના ગેટના નિર્માણ માટે ઉદાર હાથે આર્થિક દાન આપવામાં આવ્યું હતું.
તેમના આ નોંધપાત્ર યોગદાન બદલ શ્રી સાબરકાંઠા નાયક સમાજ સમૂહ લગ્ન સમિતિ, ઇડર દ્વારા વિશેષ સન્માન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે ડૉ. નાયકની ‘સાકર તુલા’ વિધિ કરી તેમનું ભાવભેર સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સમાજના ભાઈઓ અને બહેનો દ્વારા તાળીઓના ગડગડાટ સાથે ડૉ. નાયકનું વધામણું કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શ્રી સાબરકાંઠા નાયક સમાજ સમૂહ લગ્ન સમિતિ ઇડરના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, પૂર્વ પ્રમુખશ્રી, મંત્રીશ્રી, સહામંત્રીશ્રી, કન્વીનર, સહ કન્વીનર તથા સંગઠન મંત્રીશ્રી દ્વારા ડૉક્ટર સાહેબના ઉદાર દાન બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમાજના આગેવાનો દ્વારા જણાવાયું હતું કે તેમનું આ યોગદાન સમાજ માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે.
સમારોહ ભાવભીની લાગણીઓ અને સમાજ એકતાના માહોલમાં પૂર્ણ થયો હતો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0