બાળકોના સર્વાંગી વિકાસ માટે યુનિક-યુ ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા વિશેષ કાર્યશાળાનું આયોજન

February 2, 2026



ગરવી તાકાત, ઇડર


ઈડરની યુનિક-યુ ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા તા.૨૯/૧/૨૦૨૬ના રોજ માતા-પિતા માટે એક વિશેષ કાર્યશાળા “શાણપણનો સેતુ” નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળાનો મુખ્ય ઉદ્દેશ્ય આજના આધુનિક યુગમાં બાળ ઉછેરના પડકારોને સમજી તેને તકમાં કેવી રીતે પરિવર્તિત કરવા તે અંગે માર્ગદર્શન આપવાનો હતો.

કાર્યશાળા દરમિયાન હાર્ટફુલનેસ ઈન્સ્ટિટ્યૂટના તજજ્ઞોએ જણાવ્યું હતું કે, હાલના સમયમાં માતા-પિતા પોતાની શક્તિ બાળકોને બહારની દુનિયા માટે સજ્જ કરવામાં ખર્ચે છે, પરંતુ બાળકની આંતરિક શક્તિ, કરુણા અને સ્થિતિસ્થાપકતા જેવા ગુણો વિકસાવવા પણ એટલા જ અનિવાર્ય છે. કાર્યશાળામાં બાળકોના ભૌતિક, સામાજિક, શારીરિક અને ભાવનાત્મક વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં માતા-પિતાને એવી સરળ ટેકનિક્સ શીખવવામાં આવી હતી જેના દ્વારા તેઓ પોતાની ચિંતા (Anxiety) ને બાળકની કદર (Appreciation) માં બદલી શકે. શાળાના સંચાલકોએ જણાવ્યું હતું કે આ કાર્યશાળામાં વિતાવેલો સમય વાલીઓ અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શ્રેષ્ઠ રોકાણ સાબિત થશે. કાર્યશાળામાં મોટી સંખ્યામાં વાલીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ માર્ગદર્શન મેળવ્યું હતું. આ કાર્યશાળાના આયોજનમાં હાર્ટફુલનેસ ઈન્સ્ટિટ્યૂટ-અમદાવાદ, નરસિંહભાઈ દેસાઇ સેન્ટર ફોર કરિયર ડેવલપમેન્ટ અને શ્રી ઉમિયા એજ્યુકેશન ટ્રસ્ટ જેવી સંસ્થાઓનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો હતો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0