વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આજે વિશ્વની નામાંકિત દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઇ ચૌધરીએ દૂધસાગર ની હરિયાળી ધરતી ઉપર પોતાના સ્વહસ્તે એક વધુ વૃક્ષ વાવી પોતાનું સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવતાં આ પરિવાર સાથે જોડાયેલા લાખો પશુપાલકો ને વૃક્ષારોપણ થકી જ વિશ્વ ની રક્ષાનો સંદેશ આપ્યો હતો.
કોરોના મહામારી જેવા વિકટ સમયથી અને કલાઇમેન્ટ ચેન્જની વિપરીત અસરોથી સુરક્ષિત રહેવા હવે વૃક્ષ એ જ આપણું રક્ષક બની શકે તેમ છે ! આ ધરતી ઉપર પહેલો અધિકાર વૃક્ષનો છે, અને એ સિવાય માનવજાત અસુરક્ષિત છે જેવા મૌલિક વિચારો રજુ કર્યા હતા . ઉલ્લેખનીય છે કે ; મહેસાણા જીલ્લા દૂધ ઉત્પાદક સંઘ ના તમામ વરિષ્ઠ અધિકારીઓ આ પ્રસંગે હાજર રહ્યા હતા.


