નેશનલ લેવલના આવા સૌ પ્રથમ ” સેન્ટર ઓફ એક્સેલન્સ ” તરીકે ચોકો બેકરીનું ઉદ્ઘાટન,
ઈ-ઇન્ફોચીપ્સ સાથે MOU, યુનિવર્સિટીના સ્ટાફ પરિવાર દ્વારા એક દિવસના પગાર રૂપે રૂપિયા 25 લાખથી વધુનું દાન અને રાષ્ટ્રીય કક્ષાના બે વિદ્વાનોના વ્યાખ્યાન સહિત વિવિધ આયામો થયા સંપન્ન !
પોતાના સીએસઆર ફંડમાંથી યુનિવર્સિટીને અનુદાન આપનાર સંસ્થા-વ્યક્તિઓનું પુરા આદરભાવ સાથે થયું સન્માન !
………………………………………………….
(ગરવી તાકાત.ગણપત વિદ્યાનગર )
તા. 13 એપ્રિલ, 2025
ગણપત યુનિવર્સિટીના આંગણે ગઈકાલે તારીખ 12 એપ્રિલના રોજ તેના 20મા સ્થાપના-દિનની ભારે ભવ્યતા સાથે ઉજવણી થઈ હતી. આ ઉજવણી તેના ચાર આયામો થકી વધુ ઉત્સાહ અને ઉમંગથી છલકાતી બની હતી. આ ચાર આયામોનું પ્રથમ ચરણ હતું એક “ચોકો બેકરી “નું મધુર ઉદ્ઘાટન, બીજું હતું બે અત્યંત વિચાર સમૃદ્ધ વ્યાખ્યાનનું આયોજન,
ત્રીજા મંગલ પગલે ગણપત યુનિવર્સિટી અને ઈ-ઇન્ફોચિપ્સ કંપની વચ્ચે થયું MOU સાઈન અને ચોથા આયામ રૂપે ગણપત યુનિવર્સિટીના સમગ્ર સ્ટાફ પરિવારે પોતાના એક દિવસના પગારની રકમ અર્પણ કરી યુનિવર્સિટીના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને જે હતી રૂપિયા
25,53,619 પુરી!
ગણપત યુનિવર્સિટીએ તેના 20મા સ્થાપના દિવસની ઉજવણીનો પ્રારંભ તેના રાષ્ટ્રીય કક્ષાનો અને આવા પ્રકારના સૌ પ્રથમ ” સેન્ટર ઓફ એક્સલન્સ ફોર ચોકો બેકરી “ની સ્થાપના સાથે કર્યો હતો. આ અંગેનું MOU થોડા સમય પહેલા જ ગણપત યુનિવર્સિટી અને ફૂડ ઇન્ડસ્ટ્રીઝ કેપેસિટી એન્ડ સ્કિલ ઇનિશિએટિવ ( એફઆઇસીએસઆઈ ) વચ્ચે સાઇન થઈ ચૂક્યું હતું દેશની એક સુપ્રતિષ્ઠિત કંપની ” આક ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ” દ્વારા આ એક્સેલન્સ સેન્ટરને જરૂરી ઈક્વિપમેન્ટ્સનું અનુદાન પણ પ્રાપ્ત થયું છે. ગણપત યુનિવર્સિટી આ ” સેન્ટર ઓફ એક્સલેન્સ ફોર ચોકો બેકરી “ની સ્થાપના દ્વારા એક ” પ્રીમિયર ગ્લોબલ હબ ” દેશમાં પહેલીવાર વિકસાવવા ઈચ્છે છે જેમાં સ્કિલિંગ, અપસ્કિલિંગ અને રિસ્કીલિંગ વડે નવા ઉગતા તેમજ પ્રવીણ વ્યવસાયિકોને ટ્રેનિંગ આપી, નવા નવા ઇનોવેશન માટે પ્રેરી શકાય, આધુનિક ટેકનોલોજી અને ધંધાના વ્યવહારું જ્ઞાન સાથે નવા ઉદ્યોગ સાહસિકોને પણ પ્રોત્સાહન આપી શકાય.
ઉજવણીના દ્વિતીય આયામરૂપે બે વિચારવંત મહાનુભાવોના જ્ઞાનસભર વ્યાખ્યાનોનું આયોજન પણ થયું હતું જેમાં એક હતા ભારત સરકારના કેપેસિટી બિલ્ડીંગ કમિશનના ( HR ) મેમ્બર ડો. શ્રી આર બાલાસુબ્રમણિયમ,
બીજા મહાનુભાવ હતા ભાજપના દિલ્હી ખાતેના મુખ્ય કાર્યાલયમાં વિદેશી બાબતોના તજજ્ઞ તરીકે ફરજ બજાવતા ડો. શ્રી વિજય ચૌથાઈવાલે. ડૉ. આર.બાલાસુબ્રમણિયમે
” એરાઉઝિંગ પાવર વિધિન ” સંદર્ભે પોતાનું સુંદર અને મનનીય પ્રવચન આપ્યું. એમણે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સંદર્ભે “પાવર વિધિન ” નામનું પુસ્તક પણ લખ્યું છે. શ્રી બાલાજીએ પોતાના વિષયના સંદર્ભે મનની શક્તિ તેમજ આપણી ભારતીય જ્ઞાન પરંપરાને પરસ્પર જોડ્યા હતા.
ડો. વિજય ચોથાઈવાલેએ તેમના વક્તવ્યના વિષય –
” ઇન્ડિયાઝ ફોરેઇન પોલિસી ઈન ધી મોદી એરા : વિઝન, વેલ્યુ એન્ડ વાઇબ્રન્સી”ને બરાબર ન્યાય આપ્યો હતો.
ડોક્ટર વિજયે પણ મોદીજીના સંદર્ભે એક પુસ્તક લખ્યું છે. એમણે નહેરુ અને ઇન્દિરાના સમયની વિદેશનીતિ પછીથી નરેન્દ્રભાઈએ કેવી રીતે અને શું શું પરિવર્તન કર્યું અને કેવી રીતે, કેવી કુશળતાથી સમગ્ર વિશ્વમાં ભારતનું ગૌરવ વધાર્યું અને પોતાનું સ્થાન ઊભું કર્યું તેની વિશેષ ચર્ચા કરી ને પ્રભાવી કર્યા હતો.
ગણપત યુનિવર્સિટીના 20મા સ્થાપના દિન નિમિત્તે યુનિવર્સિટીના ગ્રુપ ચાન્સેલર અને ડાયરેક્ટ જનરલ ડો. શ્રી નરેન્દ્ર શર્માએ એમના સ્વાગત પ્રવચનમાં યુનિવર્સિટીની બે દાયકાની વિકાસયાત્રાના દરેક મુકામના ખાસ નિર્દેશ સાથે
” સ્ટુડન્ટ ફર્સ્ટ, કેરેક્ટર મસ્ટ “ના અભિગમને પણ વિશેષ ઉદ્દેશ તરીકે હાઈલાઈટ કર્યો હતો. ગણપત યુનિવર્સિટીના પ્રમુખ પદ્મશ્રી ગણપતભાઈ પટેલે હર્ષના આંસુથી ભીંજાયેલી આંખો અને લાગણી ભીના હૃદય સાથે આ અવસરને વધાવ્યો હતો અને યુનિવર્સિટીના ઉત્કર્ષની યાત્રામાં સાથે રહેલા સૌનો ખૂબ આભાર માન્યો હતો .
યુનિવર્સિટીના બોર્ડ મેમ્બર તેમજ નજીકના સાથી અને ગુજરાત હાઇકોર્ટના પૂર્વ એડિશનલ એડવોકેટ જનરલ શ્રી પ્રકાશ જાનીએ પણ પ્રસંગોચિત વક્તવ્યમાં પોતાના પ્રભાવક વિચારો વ્યક્ત કર્યા હતા.
યુનિવર્સિટીના સ્ટાફ- પરિવાર દ્વારા દર વર્ષની જેમ એક દિવસના પગારની રૂપિયા 25,53,619 જેવી માતબર રકમ જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓને સહાયરૂપે અર્પણ કરી હતી.
ગણપત યુનિવર્સિટીના 20મા સ્થાપના દિવસની ઉજવણીના મુગટમાં એક મહત્વનું પીછું પણ આ મંગળ પ્રસંગે ઉમેરાયું.
ઇન્ડસ્ટ્રી અને એકેડેમી વચ્ચેના અંતરને ઓછું કરી એક મહત્વનો સેતુ ગણાય એવું એક એમઓયુ
( MOU ) ગણપત યુનિવર્સિટી અને તેની કાયમી મિત્ર જેવી કંપની “ઈ-ઇન્ફોચિપ્સ – એરો ઇલેક્ટ્રોનિક્સ ” વચ્ચે થયું જેનાથી આગામી સમયમાં યુનિવર્સિટી દ્વારા ચાલતા ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન કોર્સનો અભ્યાસ કરી ઉદ્યોગમાં નોકરી વ્યવસાય માટે જતા વિદ્યાર્થીઓ સેમિકન્ડક્ટર, ઓટોમેશન, ઈવી, રોબોટિક્સ અને 5-G જેવા આધુનિક ટેકનોલોજીથી સજ્જ હોય !
ગણપત યુનિવર્સિટીએ આ રૂડા અવસરને પોતાના વિવિધ શૈક્ષણિક આયામોને પ્રોત્સાહન પૂરું પાડતા જુદી જુદી ઔદ્યોગિક અને અન્ય સંસ્થાઓના મહેમાન મહાનુભાવો તરફ પોતાની કૃતજ્ઞતા અને પ્રેમ-આદર વ્યક્ત કરવાના અવસરમાં પરિવર્તિત કર્યો હતો.
ઈ-ઇન્ફોચિપ્સના સીનિયર ડાયરેક્ટર શ્રી વિનોદ ચૌધરી અને શ્રી નિલેશ રાણપુરા તેમજ
” ચોકો બેકરી “ના ઉદ્ઘાટન માટે પધારેલા શ્રી સુનિલ મારવા ( સીઈઓ – એફઆઇસીએસઆઈ ) અને શ્રી ધીરજ તલરેજા ( પ્રમુખ – આક )નું યુનિવર્સિટીના વિવિધ મહાનુભાવો દ્વારા યુનિવર્સિટીનો ખેસ પહેરાવી તથા સ્મૃતિચિન્હો અર્પણ કરી ભારે ભાવપૂર્વક સન્માન કર્યું હતું
આ પ્રમાણે જ ગણપત યુનિવર્સિટીના વિવિધ પ્રોજેક્ટ અને અભ્યાસક્રમોના વિકાસ માટે મહત્વના પ્રોત્સાહન રૂપે પોતાના સી એસ. આર. ફંડમાંથી નાનું મોટું અનુદાન આપનાર મહાનુભાવોનું પણ ભાવભીનું સન્માન – અભિવાદન યુનિવર્સિટીએ કર્યું જેમાં ” ડેલ્ટા હેલ્થ કેર, વડોદરાના ફાઉન્ડર શ્રી જવલંત બાટવિયા, IBM કેરિયર એજ્યુકેશનના કન્ટ્રી ચેનલ મેનેજર શ્રી શીતલ સોની, સાસ ઇન્ડિયાના એજ્યુકેશન એન્ડ એકેડેમિયા હેડ શ્રી શુભમ ચેટરજી તથા શ્રી રીતુ ગુપ્તા,
ટેકઇન્વેન્શન લાઈફ કેર પ્રાઇવેટ લિમિટેડના ફાઉન્ડર ડિરેક્ટર શ્રી સૈયદ અહેમદ,
ઓએનજીસીની મહેસાણા એસેટના એક્ઝિક્યુટ ડાયરેકટર શ્રી સુનિલ કુમાર સાયબેજ સોફ્ટવેર કંપનીના સીએસઆર એક્ઝિક્યુટિવ અને ગણપત યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી શ્રી કિરણ વ્યાસ,
મારુતિ સુઝુકીના જિમ મેનેજર શ્રી રૂપેશ શાહ
એસ્ટર ડીએમ હેલ્થકેરના શ્રી દાદા સરગાર જેવા આદરણીય મહાનુભાવોનો સમાવેશ થાય છે.
આ ભવ્ય ઉજવણીના માનવંતા સહભાગીઓમાં યુનિવર્સિટીના બોર્ડ મેમ્બર શ્રી જયંતીભાઈ પટેલ, શ્રી પ્રવીણભાઈ પટેલ અને દાતાશ્રીઓ, પ્રો. ડૉ. આર કે પટેલ, પ્રો. ડૉ. શ્રી સત્યેન પરીખ, પ્રો. ડૉ. શ્રી સૌરભ દવે, એક્ઝિક્યુટિવ રજીસ્ટર ડો. શ્રી ગિરીશ પટેલ આચાર્ય ડૉ. શ્રી કિરણ પટેલ આચાર્ય શ્રી મૌરવી વસાવડા, ડૉ. શ્રી વાનાણી અને ડો. શ્રી પ્રિયંકા પાઠક સહિત અનેક આચાર્યશ્રીઓ, વિભાગીય વડાઓ, પ્રાધ્યાપકોઅને વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
સમગ્ર અવસરનું એન્કરિંગ પ્રો. દીપાલી દવે, ડૉ. ત્રિવિમા શર્મા અને ડોક્ટર અભિષેક શર્માએ બહુ પ્રભાવી રીતે કર્યું હતું.