કેરળમાં સાવરકર પર પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકના સસ્પેન્શન સામે પાટણમાં શિક્ષકોનો ઉગ્ર રોષ

August 17, 2026

ગરવી તાકાત ઃ પાટણ તા.17-8-2026

કેરળની એક શાળામાં આયોજિત ક્વિઝ સ્પર્ધા દરમિયાન ભારતના મહાન ક્રાંતિકારી અને પ્રખર ચિંતક વિનાયક દામોદર સાવરકરના જીવન તેમજ વિચારો સંદર્ભે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષક ગુરુ પ્રસાદને સસ્પેન્ડ કરવાના મામલે સમગ્ર દેશ સહિત ગુજરાતમાં પણ ભારે રોષ ફેલાયો છે. આ અન્યાયી અને દમનકારી કાર્યવાહીના વિરોધમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની પાટણ જિલ્લા શાખા દ્વારા પાટણ જિલ્લા કલેક્ટરને એક વિસ્તૃત આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. મહાસંઘે આ ઘટનાને શૈક્ષણિક સ્વતંત્રતા પરનો સીધો હુમલો ગણાવી શિક્ષકનું સસ્પેન્શન તાત્કાલિક અસરથી રદ કરી તેમને સન્માનપૂર્વક ફરજ પર પુનઃસ્થાપિત કરવાની જોરદાર માંગ કરી છે.

પાટણ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા પહોંચેલા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના વિવિધ સંવર્ગના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત શિક્ષકોએ આ ઘટના અંગે ઘેરા પ્રત્યાઘાતો આપ્યા હતા. આવેદનપત્રમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં દેશની આઝાદી માટે સર્વસ્વ ન્યોછાવર કરનારા અગ્રણી ક્રાંતિકારી અને રાષ્ટ્રવાદી વિચારક વીર સાવરકરના જીવન અને તેમના યોગદાન વિશે શાળાઓમાં શૈક્ષણિક ચર્ચા કરવી એ લોકશાહી તેમજ શૈક્ષણિક સ્વતંત્રતાનો અભિન્ન અંગ છે. માત્ર એક ઐતિહાસિક પ્રશ્ન પૂછવાના કારણે શિક્ષક સામે શિક્ષાત્મક પગલાં ભરવા તે લોકતાંત્રિક મૂલ્યો અને શિક્ષણ જગતની સ્વાયત્તતા માટે અત્યંત ચિંતાજનક બાબત છે.

મહાસંઘે પોતાના આવેદનપત્ર મારફતે કેરળ સરકાર, રાજ્યપાલ તેમજ શિક્ષણ વિભાગને આ સંવેદનશીલ મામલામાં તુરંત હસ્તક્ષેપ કરવા વિનંતી કરી છે. તેમણે જણાવ્યું હતું કે શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓને દેશના તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓના ઇતિહાસથી અવગત કરાવવા એ શિક્ષકનું કર્તવ્ય છે. આવા સંજોગોમાં દેશભરની શાળાઓમાં ઐતિહાસિક અને રાષ્ટ્રીય વિષયો પર નિર્ભયપણે તેમજ મુક્ત વાતાવરણમાં ચર્ચા થઈ શકે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા સ્પષ્ટ માર્ગદર્શિકા બહાર પાડવી જોઈએ.

વધુમાં આવેદનપત્રમાં એવી પણ રજૂઆત કરવામાં આવી હતી કે શિક્ષણ જગતમાં શિક્ષકો વિરુદ્ધ આવાં એકતરફી અને દમનકારી પગલાં ભરવાને બદલે પરસ્પર સંવાદ અને રચનાત્મક અભિગમ દ્વારા ઉકેલ લાવવો જોઈએ. શિક્ષક ગુરુ પ્રસાદ સાથે થયેલો અન્યાય સમગ્ર શિક્ષક આલમ માટે અપમાનજનક છે, જેથી જો આ બાબતે યોગ્ય ન્યાય નહીં મળે અને સસ્પેન્શન પાછું ખેંચવામાં નહીં આવે તો આગામી સમયમાં શૈક્ષણિક સંગઠનો દ્વારા આ આંદોલનને વધુ વ્યાપક બનાવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0