ઈડર તાલુકામાં ચૂંટણીનું રાજકીય તાપમાન ચમક્યું હતું
તાજેતર માં બુધવારના રોજ ઈડર પીટીસી કોલેજ ખાતે યોજાયેલી મતગણતરીમાં વહેલી સવારથી શરૂ થયેલી વાસડોલ ગામની મતગણતરી શરૂ થઈ હતી. આ મતગણતરીમાં રાઠોડ ભૂપેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ કુલ 467 મત મેળવી સરપંચ પદે વિજય પ્રાપ્ત કર્યો હતો.
ચુંટણી પરિણામ જાહેર થતા જ ગામમાં આનંદનો માહોલ છવાઈ ગયો હતો અને નવા સરપંચ તેમજ તમામ વિજેતાઓને ગામજનોએ અભિનંદન પાઠવ્યા હતા.
ગરવી તાકાત ઈડર
તસ્વીર અહેવાલ રાકેશ નાયક





