
ઇડર ની અતિશયવિલા સોસાયટી માં રામનવમી ની ઉજવણી સમૂહ આરતી કરી ને ઉજવવામાં આવી.
ગરવી તાકાત, ઇડર
તસ્વીર અહેવાલ રાકેશ નાયક ઇડર
શ્રી રામ જન્મોત્સવ સમગ્ર હિન્દુ સમાજ દ્વારા ઉજવવામાં આવે છે.તેવી જ રીતે
રામનવમી ના દિવસે 26 માર્ચ ને ગુરુવાર ની સાંજે અતિશયવિલા સોસાયટી માં પણ રામનવમી ની ઉજવણી સમૂહ આરતી કરી ઊજવવા માં આવી હતી તેમજ હનુમાન ચાલીસા નું પઠન કરી ને રામધૂન બોલવામાં આવી હતી. ત્યારે સોસાયટી ના નાના મોટા તમામ રામભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.



