ઇડર ના બડોલી બસ સ્ટેન્ડ પર રૂપિયા 60 લાખ ના ખર્ચે સીસી રોડનું નું કામકાજ પૂરજોશમાં શરૂ*

November 26, 2025

ઇડર ના બડોલી બસ સ્ટેન્ડ પર રૂપિયા 60 લાખ ના ખર્ચે સીસી રોડનું નું કામકાજ પૂરજોશમાં શરૂ

સાબરકાંઠા જિલ્લાના ઇડર ભિલોડા હાઈવે રોડ પર આવેલ
બડોલી બસ સ્ટેન્ડ પર સીસી રોડની કામગીરી શરૂ કરવામાં આવી છે
નવા સીસી રોડની ગુણવત્તા અને ટકાઉપણું વધુ હોવાથી વર્ષે વર્ષે રોડ તૂટવાની અને ખાડા પાડવાની સમસ્યા માંથી વાહન ચાલકો  ને મુક્તિ મળશે

મળતી માહિતી અનુસાર સાબરકાંઠા જિલ્લાના ઇડર  તાલુકાના ઇડર ભિલોડા હાઇવે રોડ પર બડોલી બસ સ્ટેન્ડ પર  દર વર્ષે ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જવું અને રોડ પર મોટા ખાડા પડવાની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે સરકાર દ્વારા બડોલી બસસ્ટેન્ડ પર 250 મીટર લાંબો અને બંને બાજુ 7-7 મીટર પહોળો રૂ .60 લાખ ના ખર્ચે આ  માર્ગને સીસી રોડ (કોન્ક્રીટ રોડ) બનાવવાની કામગીરી  હાથ ધરવામાં આવી છે.

આ વિસ્તારમાં અગાઉ આવેલો ડામર રોડ વારંવાર તૂટી જવાના કારણે સ્થાનિક લોકોને અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. આ બાબતે સ્ટેટ આર એન્ડ બી વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે નવા બની રહેલા આ સીસી રોડની ગુણવત્તા અને ટકાઉપણું ડામર રોડ કરતાં અનેક ગણું વધારે હોવાથી, આગામી વર્ષો સુધી માર્ગ પરિવહનની સમસ્યાનું નિરાકરણ આવશે. 
દર વર્ષે ચોમાસા દરમ્યાન રોડ પર ગાબડા પાડવાની સમસ્યા માંથી છુટકારો મળશે.બડોલી પંચાયત ના સહયોગ સાથે ટ્રાફિક ડાયવર્જન સાથે હાલમાં ચાલી રહેલી ઝડપી કામગીરી કરાઈ રહી છે. સરકાર અને આર એન્ડ બી ના અધિકારીઓ દ્વારા વરસે દહાડે વાહન ચાલકો અને સ્થાનિકો ને પડતી સમસ્યા ને ધ્યાને લઈ રોડ નું મજબૂત અને ટકાઉ નિર્માણ કાર્ય હાથ ધરાતા લોકોમાં આનંદ ની લાગણી  છવાઈ છે.

ગરવી તાકાત,ઇડર
તસ્વીર અહેવાલ, રાકેશ નાયક ,ઇડર

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0