ઇડર તાલુકામાં ગ્રામ પંચાયત ચુંટણીમાં સરપંચ અને સભ્યોના 9 તારીખે ફોર્મ ભરવામાં આવ્યા હતા.11 તારીખે ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા હતી જેમાં બડોલી પંચાયતના વોર્ડ 11 ના ઉમેદવાર બિનહરીફ થવા પામ્યા હતા.
બડોલી ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 11 માં ચૂંટણી હતી. જેમાં નાયક સંજયકુમાર વસંતલાલે ઉમેદવારી નોંધાવી હતી.જેમનું ફોર્મ પણ ભરી દેવામાં આવ્યું હતું. ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે વિધિવત રીતે આ વોર્ડ માં સામેના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા સંજય(શીતલ)નાયક બિનહરીફ જાહેર થયા હતા.સંજયભાઈ (શીતલ) નાયકે પોતાને બિહરિફ ચૂંટી કાઢતા વોર્ડના સર્વે સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો.
રાકેશ નાયક,ગરવી તાકાત,ઇડર



