ગરવી તાકાત ઇડર
તસ્વીર અહેવાલ રાકેશ નાયક ઇડર

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં આવેલ કાનપુર ગામે વર્ષોથી જલારામ જયંતી મહોત્સવ ઉજવવામાં આવે છે આ વર્ષે પણ ડી કે પટેલ હાઇસ્કુલ ના પટાંગણ માં જલારામ બાપાની ઝૂંપડી બનાવી જલારામ જયંતિ મહોત્સવ ની ઉજવણી કાનપુર ગ્રામજનો અને કાનપુર ગામના યુવાનો દ્વારા કરવામાં આવી હતી ત્યારે જલારામ બાપાની ઝૂંપડી માં આરતી ઉતારી અને આવનાર તમામ ભક્તોને મહાપ્રસાદ રૂપે બૂંદી ગાંઠિયા મગ કઢી અને ખીચડી આપવામાં આવી હતી સુથાર હરેશભાઈ, પટેલ દલજી ભાઈ ,પટેલ વિનોદભાઈ, પટેલ સુરેશભાઈ, પટેલ વિપુલભાઈ ની સાથે અન્ય કાનપુર ગામ ના યુવાનો દ્વારા ખડે પગે રહી આવનાર તમામ ભક્તો ની સેવા કરી હતી.



