સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વિજપુરવઠો પુનઃસ્થાપિત થાય તે માટે  DGVCL કંપનીની ૪૦ ટીમોના ૪૦૦ વીજકર્મીઓ  હજીરા રો-રો ફેરી ખાતેથી ઘોઘા જવા રવાનાઃ

May 21, 2021

૩૦૦ વીજકર્મીઓ રસ્તા મારફતે સૌરાષ્ટ્ર પહોચશે.

GARVI TAKAT;- સુરત:શુક્રવાર: સૌરાષ્ટ્રમાં તાઉ-તે મચાવેલી તબાહીના કારણે વિજપુરવઠાને ભારે નુકશાન થયું છે. જેના કારણે ખાસ કરીને અમરેલી, ગીર સોમનાથ, બોટાદ સહિતના જિલ્લાઓમાં વીજ પુરવઠો નિયમિત થાય તે માટે પશ્વિમ ગુજરાત વીજ કંપનીના કર્મયોગીઓ રાત-દિવસ જહેમત કરી રહ્યા છે. ભારે તબાહીના કારણે વધુ માનવબળની જરૂરીયાત હોય તત્કાલ દક્ષિણ ગુજરાત વિજ કંપનીની ૪૦ ટીમોના ૪૦૦ વીજકર્મીઓ આજે સવારે હજીરાથી ઘોઘા(ભાવનગર) રો-રો ફેરી મારફતે રવાના થઈ હતી. ખાસ ટીમો ૪૦ વાહનો અને પોલ ઈરેકશન મશીન્સથી સજ્જ છે. જયારે અન્ય ૩૦૦ વીજકર્મીઓ રસ્તા મારફતે સૌરાષ્ટ્રના અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાના કાર્યમાં જોડાશે.

         DGVCLની આ ૪૦ ટીમોમાં ડે.એન્જીનિયરો, જુનિયર એન્જિનીયરો, હેલ્પર સહિત કોન્ટ્રાકટ આધારિત સ્ટાફ મળી ૪૦૦થી વધુ વીજકર્મીઓ સૌરાષ્ટ્રની PGVCL કંપની વિસ્તારમાં અસરગ્રસ્ત થયેલા જિલ્લાઓમાં ઝડપથી વીજ પુરવઠો પુનઃસ્થાપિત થાય તે માટે મદદરૂપ થશે.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0