શરમજનક / નરભક્ષી દિકરાએ માતાની હત્યા કરીને લાશના 1000 ટુકડા કર્યા, કુતરાને પણ ખવડાવ્યા

શેર કરવા અહીં ક્લિક કરો.

મા એ મા બીજા બધા વગડાના વા એવી કહેવત છે પરંતુ સ્પેનમાં એક નરભક્ષી દિકરાએ પોતાની માતાની હત્યા કરીને તેની લાશના 1000 ટુકડા કરી દીધા હતા.

  • નરભક્ષી દિકરાએ કરી માતાની હત્યા
  • બિભત્સ ઘટના બાદ મળી સજા
  • 15 વર્ષની આકરી સજા મળી

માતાની હત્યા કર્યા બાદ લાશના ટુકડાને ફ્રીજમાં રાખી દીધા હતા અને બે અઠવાડીયા સુધી તેની માતાના શબને તે ખાતો રહ્યો બાદમાં તેના કુતરાને પણ ખવડાવ્યા હતા. સ્પેનની અદાલતે હત્યારા દિકરાને દોષી માન્યો છે.

આ બિભત્સ ઘટના 2019માં થઇ હતી અને 6મેના રોજ સુનાવણી થઇ હતી. કોર્ટે કળયુગી દિકરા ગોમેઝને હત્યા માટે દોષી ઠેરવ્યો અને નવ જજીસની પીઠે તે દાવાને રદ્દ કરી દીધો હતો કે તે કોઇ મનોરોગથી ઝઝૂમી રહ્યો હતો. ગોમેઝે તેની માતાની હત્યા ગળુ દબાવીને કરી હતી.

માતાનું માથુ, હાથ અને હ્રદય બેડ પર મળ્યુ હતુ
આ બાદ ગોમેઝે પોતાની માતાની લાશના 1000 ટુકડા કર્યા હતા અને બે અઠવાડીયા સુધી લાશ ખાતો રહ્યો અને તપાસ કરીને પોલીસે તેને પકડી લીધો હતો. તપાસ બાદ જાણ થઇ કે પોતાની માતાની લાશના ટુકડાને ફ્રીઝમાં રાખ્યા હતા અને માથુ, હાથ અને હ્રદય બેડ પર મળ્યુ હતુ.

પોલીસે જણાવ્યુ કે મારિયાના શરીરના અન્ય હિસ્સાને 1000 ટુકડામાં કાપવામાં આવ્યુ હતુ. એક પોલીસ અધિકારીએ પૂછ્યુ કે બાકીના હિસ્સાનું શું કર્યુ ત્યારે તેણે કહ્યું તે રાંધીને ખાઇ ગયો હતો. બાકી રહેલા હિસ્સાને તેણે પોતાના કુતરાને ખવડાવી દીધા હતા. લાશને કાપવા માટે તેણે ચાકુનો ઉપયોગ કર્યો હતો.

15 વર્ષની મળી સજા
આ કામ માટે નરભક્ષી દિકરાને 15 વર્ષ અને 5 મહિનાની સજા ફરમાવવામાં આવી છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.