સાબરકાંઠા જિલ્લાના ઇડર
ભિલોડા ધોરીમાર્ગ પર કાનપુર ગામ પાસે પુલનું કામકાજ ચાલુ હોવાથી તેની પાસે જ ડાયવર્ઝન આપેલ છે તે માર્ગ શનિવાર ની રાત્રે પડેલ વરસાદ ના કારણે ભેસ્કા નદીમાં વરસાદી પાણી આવવાથી તુટી ગયેલહતો જેના કારણે ઈડર કે ભિલોડા તરફ અવર-જવર કરવા માટે નો રસ્તો બંધ થયો હતો અને વાહન ચાલકો ને વાયા ગોધમજી – જવાનગઢ થઈને વસાઈ થઈ રેવાસ નીકળી ભિલોડા તરફ અને તે જ રસ્તે બડોલી તરફ આવી ને ઇડર ના માર્ગે આવવા મજબૂર થવું પડ્યું હતું.
રાકેશ નાયક,ગરવી તાકાત, ઈડર





